________________
શાંતિને સંદેશ
૧૭૧. વાત જ કરતા હોતા નથી. વળી તે ઉપદેશધારામાં નયવાદ. વ્યાપેલે હોય છે. તેમની દેશના એકાંતે એકાદ નયને અનુસરનારી હોતી નથી.
| નયવાદ અને દુનિયવાદ શાસ્ત્રોમાં આવે છે કે જેટલા વચનના પ્રકાર છે તેટલા નયવાદ છે અને જેટલા નયવાદ છે તેટલા પરસમય છે. અને. તે દરેક એકાંતદષ્ટિવાળા હોવાથી અપસિદ્ધાંત છે. પરંતુ તે સઘળા નો જે સમુદિત હોય તો જિનશાસન રૂપ છે. અનંત ધર્માત્મક વસ્તુના એકાદ અંશરૂપ ધર્મમાં સંપૂર્ણ વસ્તુ માનનારા જુદા જુદા ન મિથ્યાદષ્ટિ છે. અનંત ધર્માત્મક વસ્તુના એકાદ ધર્મની બીજા ધર્મોના નિષેધ વગર પ્રરૂપણા કરવી તે નયવાદ છે અને બીજા ધર્મોના લેપપૂર્વક પ્રરૂપણા કરવી તે દુર્નયવાદ છે, જે મિથ્યાવાદ ઠરે છે. એકાંતે નિશ્ચય. નયથી મેક્ષમાર્ગની કેટલાક શુષ્ક અધ્યાત્મિઓ પ્રરૂપણા કરે છે, પણ તે તદ્દન મિથ્યાવાદ છે. કારણ કે જૈનતીર્થ પ્રવર્તાના વ્યવહાર અને નિશ્ચય ઉભય નયને આધીન છે તેમાં કોઈપણ નયને ગૌણ કે મુખ્ય કરી શકાય. બાકી એમ તે ન જ કહી શકાય કે મોક્ષમાર્ગમાં વ્યવહાર એ હેય છે અને નિશ્ચય. એજ ઉપાદેય છે. એકાંતે વ્યવહાર નયને હેય ઠરાવવાથી તે. આખા મેક્ષમાર્ગને જ લેપ થાય છે. કારણ કે શ્રી તીર્થકર ભગવંતે જે ધર્મ તીર્થ પ્રવર્તાવે છે તે પણ વ્યવહારનયને. અવલંબીને પ્રવર્તાવે છે. કારણ કે નિશ્ચયનયથી તે સર્વ જીવ સિદ્ધ સમાન છે.
વ્યવહાર નયના વિચ્છેદમાં તીર્થને વિચ્છેદ
સિદ્ધસમાન હોય તેમને ધર્મતીર્થના આલંબનનીયે. જરૂર રહેતી નથી. જ્યારે શાસ્ત્રોમાં તો સ્પષ્ટ આવે છે કે,