________________
૧૭૬
મનોવિજ્ઞાન
મહારાજની અથવા તેમની જે શિષ્ય પરંપરા હેય તેમની સેબતમાં અહર્નિશ રહેવું જોઈએ. કહેવતમાં પણ કહેવાય છે કે સેબતની અસર ભલભલાને લાગી જાય છે. દુષ્ટજનની સોબતથી સારા માણસને પણ બગડતા વાર લાગતી નથી અને સત્સંગ ઉપર તે શાસ્ત્રોમાં ઠેકઠેકાણે ભાર મૂકાએલ. છે. એક ક્ષણને પણ જે સત્સંગ છે તે ભવસાગરમાં નૌકા સમાન છે. સંતસમાગમથી ઘણાં આત્માઓ ઉદર્વગતિને પામ્યા છે. શાસ્ત્રોને વિધાન મુજબ ગુરૂકુળવાસ વગેરેનું સેવન. કરવાથી પરંપરાએ જીવને સામર્થ્યાગની ભૂમિકા પ્રાપ્ત થાય. છે. એટલે કે ક્ષપક શ્રેણિની ભૂમિકાએ પહોંચી જાય છે. જે સામથ્યાગની ભૂમિકામાં ચિત્તને ભાવ ઉત્કૃષ્ટ અને સુવિશુદ્ધ હોય છે. પરમાત્માના ચરણે જીવનને સમર્પણ કરવાની ઉત્કૃષ્ટ ભાવના આ ગમા પ્રગટે છે. જે સર્વ સંગને ત્યાગ કરાવી અંતે મુક્તિ પદની પ્રાપ્તિનું કારણ બને છે. આ મુજબને. આશય આ ગાથાને સમજાય છે. બાકી તો દરેક ગાથામાં આશયની અતિગંભીરતા છે. જેમાં મારા જેવા અલ્પમતિની. ચાંચ કયાંથી ખૂંચે?
બધા ઉપર સરખે સમભાવ હવે આગળ નવમી અને દસમી ગાથામાં સામર્થ્યોગમાં ચિત્તને ભાવ કેટલે બધો સુવિશુદ્ધ બની જાય છે. તે અત્યંત ભાવવાહિ શૈલીમાં શ્રીમાન આનંદઘનજી વર્ણવે છે. માન અપમાન ચિત્ત સમ ગણે,
સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમ ગણે,
ઈ હેયે તું જાણ રે.....શાંતિ...૯