________________
શાંતિને સંદેશ
૧૭૭ પૂર્વની ગાથામાં કહી ગયેલાં ઉપાયથી આત્મસ્વરૂપની પ્રાપ્તિ જેમણે કરી હોય તેમના ચિત્તની એટલી બધી નિર્મળતા વધી જાય છે કે માન અને અપમાન બન્નેમાં સામર્થ્યાગની ભૂમિકાએ પહોંચેલાનું ચિત્ત સમાન હોય છે. કેઈ તેમને માન આપે તેમની તરફ રાગ ઉત્પન્ન ન થાય અને અપમાન કરનાર તરફ દ્વેષ ઉત્પન્ન ન થાય પણ બન્ને સ્થિતિમાં પતે સમચિત્ત હોય છે. તેમજ કનક અને પાષાણ અને ઉપર મહાત્મા પુરૂષેની સમદષ્ટિ હોય છે તેઓ જ્ઞાન દ્રષ્ટિથી સમજતા હોય છે કે સુવર્ણ અને પાષાણ બને પૃથ્વીનાં વિકાર હોવાથી પુગલ. ભાવરૂપ છે. માટે આ મુજબની વસ્તુ સ્વરૂપને જાણતા હોવાથી
ગરૂપ ગિરિશિખર ઉપર પહોંચેલા પુરૂષોની દ્રષ્ટિ અને ઉપર સમ હોય છે. એકમાં રાગ ન હોય અને બીજામાં દ્વેષ ન હોય તેવા પુરુષો નિંદક અને વંદકને પણ સમદષ્ટિથી જોતા હોય છે. તેઓ યથાર્થ વસ્તુ સ્વરૂપને જાણતા હોવાથી વિચારતા હોય છે. કે નિંદા કે પ્રશંસા કરનાર જે શબ્દો ઉચ્ચારે છે તે ભાષા વર્ગણારૂપ પુદ્ગલ દ્રવ્યમાંથી ઉત્પન્ન થાય છે. જ્યારે હું તે ચિદાનંદ સ્વરૂપ આત્મા શબ્દરૂપ પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છું. માટે તેવા શુભ કે અશુભ શબ્દરૂપ પુદ્ગલદ્રવ્યની મારે મારા મન ઉપર સારી-નરસી અસર શા માટે થવા દેવી જોઈએ?
જ્ઞાનદષ્ટિનું અપૂર્વ બળ આ જ્ઞાનદષ્ટિના બળે મહાપુરૂષો મરણાંત ઉપસર્ગમાં પણ લોકેત્તર સમતા ટકાવી શક્યા છે. એકલી શુષ્ક ભેદજ્ઞાનની વાતો કરવાથી દષ્ટિમાં તેવું બળ આવી જતું નથી, પણ શ્રત અને ચિંતા જ્ઞાનમાંથી આગળ જતાં ભાવના જ્ઞાનની