________________
૧૮૨
મને વિજ્ઞાન
પૂ. ભદ્રબાહુ સ્વામી ફરમાવે છે કે સમ્યફ પ્રકારે શ્રમણપણાનું પાલન કરનારનાં પણ કષાય જે ઉત્કટ હેાય તે શેરડીના પુષ્પની જેમ તેનું શ્રમણપણું નિષ્ફળ છે. શેરડીને જે પુષ્પ આવે તેને લોકભાષામાં તમારા કહેવામાં આવે છે. તમરાનું કામ શેરડીને નબળી પાડવાનું છે. શેરડીના સાંઠામાં જે સુમધુર રસ હોય છે તેને તમારા ચૂસી લે એટલે શેરડી નબળી પડતી. જાય. તમરાની જેમ કષાયેનું કામ પણ આત્માના સમતા રસને ચૂસી લેવાનું છે. એટલે પછી આત્મા તપ સંયમના માર્ગમાં નબળો પડતે જાય અને અંતે તપ સંયમના ફળને હારી જાય માટે ધર્મનાં અનુષ્ઠાને સાથે કષાયોને ઉપશમ કરવાપૂર્વક મનુષ્યએ સમતા કેળવવી જોઈએ કે જેથી તપ સંયમના લકત્તર ફળને પામી શકાય.
વિવિધ ચેતના હવે અગીયારમી ગાથામાં આત્મતત્વની અદ્ભુત વાત લખે છે.
આપણે આતમ ભાવ જે,
એક ચેતનાધાર રે અવર સવિ સાથે સંવેગથી, એહ નિજ પરિકર સાર રે શાંતિ. ૧૧
આપણે પોતાનો જે આત્મા છે તે માત્ર એક ચૈતન્ય સ્વભાવવાળે છે. ચેતના એજ આત્માને સ્વભાવ છે. ચેતનાના પણ ત્રણ પ્રકાર છે. કર્મચેતના, કર્મફળ ચેતના, અને જ્ઞાનચેતના, આ મુજબના ચેતનાનાં ત્રણ પ્રકાર છે. તેમાં જ્ઞાન ચેતના એ જ આત્મા માટે પરમ આધારરુપ છે. ત્રણ પ્રકારના