________________
१७८
મનોવિજ્ઞાન પરિણતિ થાય ત્યારે જ્ઞાનદષ્ટિમાં અપૂર્વ બળ આવી જાય છે છે. છેલ્લે નવમી ગાથામાં શ્રી આનંદઘનજી કહે છે કે આવા ભાવવાળો જે કઈ હોય તે પરમાગી છે એમ જાણે. અથવા પિતાના શિષ્યને જાણે સંબોધન કરતા હોય છે કે હે શિષ્ય! તારે આવા સ્વરૂપના જાણકાર બનવાનું છે.
સમભાવની પરાકાષ્ટા એટલે હે મુમુક્ષુજન! તું આવા લોકોત્તર સમભાવના સ્વરૂપને જાણકાર થા! જેથી તેને પણ એવા લોકોત્તર સમભાવની પ્રાપ્તિ થાય, હજુ દશમી ગાથામાં આ લેકોત્તર સમભાવને વિસ્તારથી વર્ણવે છે.
“સર્વ જગતને સમ ગણે સમગણે તૃણમણિભાવ રે,
મુગતિ સંસાર બિહું સમગણે, મુણે ભવજલનિધિ નાવ રે, શાંતિ...૧૦
લોકેત્તર સમતાને પામેલે એગી સવિ જગજંતુને સમાન ગણતે હોય છે. પછી શત્રુ હોય કે મિત્ર હેય બને ઉપર
ગીરાજની સમદષ્ટિ હોય છે, દાખલા તરીકે કમઠ કે ધરણેન્દ્ર અને ઉપર પાર્શ્વનાથ ભગવાનની સમદષ્ટિ હતી. કમઠ ભગવાનને ઘેર ઉપસર્ગ કરનારહતે. ત્યારે ધરણેન્દ્ર ઉપસર્ગ દૂર કરનાર હતા. છતાં ભગવાનને બને તદ્દન સમાન હતા. બસ? અહીં લોકેત્તર સમભાવની પરાકાષ્ટા થઈ જાય છે. આ રીતને જે સમભાવ તે જ કેવળજ્ઞાન રૂપી સૂર્યોદય પહેલાંને અરૂણોદય છે. અરુણોદયની પાછળ જેમ સૂર્યોદય