________________
૧૫૮
મને વિજ્ઞાન
મસ્તક તલવારને ઝાટકે ઉડાડી દેશે. ગુણવર્મા એ શરત કબૂલ રાખે છે અને તેને એ રીતે આખાયે નગરમાં ફેરવવામાં આવ્યા.
રાજાએ નગરમાં પૂરબહાર પાંચે ઈદ્રિનાં વિષયેની સામગ્રી ચારે બાજુ પથરાવી દીધી છે. કયાંક વારાંગનાઓ નૃત્ય કરે છે તે કયાંક અત્તરની એકલી ખુશબે ઉડે છે, તે કયાંક વળી સુમધુર કંઠે ગંધર્વ જેવાં સંગીતકારે લલકારી રહ્યા છે, તે કયાંક વળી સુખ શય્યાની સજાવટ કરવામાં આવી છે. પાંચે ઈદ્રિનાં વિષયેની અખી સજાવટ કરવામાં આવી છે છતાં ગુણવર્માનું લક્ષ ફક્ત તેલના કટોરામાં છે. આવી સજાવટ રાજાએ કરાવી છે છતાં કોઈ વિષની સજાવટ તરફ ગુણવર્માએ દષ્ટિપાત પણ કર્યો નહીં. કારણ કે નજર સામે મૃત્યુને ભય હતો રાજસભામાં ગુણવર્મા આવી પહોંચ્યા. રાજા પૂછે છે કે ગુણવર્મા નગરની સજાવટ કેવીક અભુત હતી ? ગુણવર્મા કહે છે કેબે જ વસ્તુ મારી નજર સામે હતી. એક આ વાટકે અને બીજું નજર મ્હામે તરવરતું મૃત્યુ. એ સિવાય નગરની સજાવટ મેં નજરે નિહાળી નથી. મારી નજર સામે મૃત્યુ હોવાથી મારૂં મન બીજે કયાંય ભમવા ગયું નથી. હવે જોઈને રાજા ગુણવર્માને કહે છેઃ મહાપુરુષોની નજર સામે અનંતાનંત જન્મ મરણને ભય હોય છે, તો પછી તે મહાપુરુષનું મન પણ બીજે કયાંય ન જાય તે તેમાં શી નવાઈ છે! તારી નજર તે આ એક ભવ અંગેના મૃત્યુ પર હતી ત્યારે મહાપુરુષોની નજર તે. ભભવ અંગેના મૃત્યુ ઉપર હોય છે. તેઓ તે વિચારતા હોય છે આ વિષમાં અસતા બન્યા તે અનંતીવાર મરવું પડશે અને અનંતીવાર જન્મવુ પડશે અને ભવભવમાં અનંતા દુઃખ ભેગવવા પડશે તે ગુણવમાં હવે તું વિચારી જે કે મહાપુરુષે