________________
૧૬૦
મને વિજ્ઞાન છે. તેમ ભયભીત બનેલે મનુષ્ય પિતાનાથી ઉપરી એવા શક્તિશાળીને ભેટો થઈ જતાં તેનું શરણું અંગીકાર કરે છે. તેમ ભવન ભયથી ભય પામેલાં મુમુક્ષુજને ધર્મને શરણે જાય છે. અથવા અરિહંતનું શરણ અંગીકાર કરે છે અને પછી તે મન ધર્મ પ્રવૃત્તિમાં તદાકાર બની જાય છે. એટલે મનને ન જ સાધી શકાય તેવી કોઈ વાત નથી. બાકી કઠીન કામ છે એટલે શ્રી આનંદઘનજીને કહેવું પડ્યું કે મનને સાધી લેવુ એ સામાન્ય વાત નથી. મારી વાત છે? હવે છેલ્લી ગાથામાં ફરમાવે છે –
“મનડું દુરારાધ્ય તે વશ આપ્યું,
આગમથી મતિ આણું, આનંદઘન પ્રભુ માહરૂં આણે,
તો સાચું કરી જાણું હો કુંથુજિન મનડું કિમ હીન બાજે ૯ છેલ્લી ગાથામાં શ્રી આનંદઘનજી પરમાત્માને વિનવે છે – નાથ? મન અત્યંત દુરારાધ્ય છે. દુ:ખે કરીને સાધી શકાય તેવું મન છે. છતાં નાથ? આપે મનને વશ કરેલું છે એમ આપના આગમ સિદ્ધાંત પરથી મને પાકો નિર્ધાર થએલ. છે. આપે મનને વશ કર્યું છે એ હકીકત આગમ પ્રમાણથી સિદ્ધ થએલી છે અને હું પણ તે આગમ પ્રમાણથી સિદ્ધ છે એમ દઢપણે માનું છું પણ હે પ્રભુ ? જે આપ મારી પર કૃપા વર્ષાવીને મારું મન મારા વશમાં આણે તે તે હકીકતને હું પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થએલી માનું. જો કે આપે મનને વશ કરેલું છે એ ઘટના તદ્દન સાચી છે તેમાં કયાંયમીન મેખ નથી. ભક્તિ ભાવનાથી ભેગીઓએ ઘણુ જગ્યાએ પરમાત્માને એલંભા પણ આપેલા છે નાથ ! આપ તરણ તારણહાર કહેવાઓ છે