________________
મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ)
૧૬૩ પણ કંઈ પ્રજન રહેતું નથી. તેઓ તે પિતાના આત્મ
સ્વરૂપમાં જ રમણતા કરનારા હોય છે. આત્મજ્ઞાનની ઘણી ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલાં મહાપુરુષોને ઉદ્દેશીને આવા વિધાને કરાયેલાં હોય છે. બાકી આપણા જેવાં પ્રમાદશીલ મંદઅધિકારી જ માટે તે સાધક દશામાં ગુણકીર્તન અત્યંત જરૂરી વસ્તુ છે. કેવી અનુપમ દષ્ટિ મહાપુરુષોએ આપણને આપી છે!
આત્મજ્ઞાનની ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા પુરુષે માટે ગુણકીર્તનનું પ્રજન રહેતું નથી, જ્યારે આ કાળનાં મનુષ્ય બીજાના દોષ જોવામાથી ઉંચા આવતા નથી અને કેઈને નામે બાફી નાંખવું એ તે એમને મન જાણે રમત વાત ! એવાં છો તે સાધક દશાથી પણ ઘણું દૂર છે તો પછી આગળનાં ગુણઠાણાની ભૂમિકાની તે એવા જી માટે વાત જ શી કરવાની રહે? કયાંથી એવા જી પોતાના મનને વિશુદ્ધ ધ્યાનમાં જોડી શકવાના છે.
શરૂઆતની ભૂમિકામાં તે નિજ ગુણવૃદ્ધિ અને દોષ– હાનિ માટે ઉત્તમ આત્માઓમાં રહેલાં જે કઈ સદ્ગુણ દષ્ટિ ગોચર થાય તેની ભૂરિ ભૂરિ આપણે અનુમંદના કરવા પૂર્વક તે તે ગુણોની પ્રશંસા કરવી જોઈએ. આગળની ઉચ્ચ ભૂમિકાએ પહોંચવા માટે એ જ ધોરી માર્ગ છે.
જીવનને સાર આપણામાં રહેલાં જે જે દોથી બીજાઓને આપણી તરફ અપ્રીતિ થાય અને અન્ય જન સમુદાય અનુપકારી અને અત્યંત ખિન્ન થાય તે તે દેને સદાને માટે આપણે પ્રયત્નપૂર્વક પરિત્યાગ કરી દે! એક આપણામાં ક્રોધ કષાયને દોષ હેય તે કેટલાયને આપણી તરફ મનમાં ઉદ્વેગ થઈ જાય છે, એક આપણામાં નિંદા કુથલીની કુટેવ હોય તે કેટલાયને