________________
૧૫૭
મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ)
ગુણવર્માનું દષ્ટાંત મનને સાધવું એ ઘણું અઘરૂં છે, છતાં મનને નજ સાધી શકાય તેવી વાત નથી. જેની નજર સામે અનંતાનંત જન્મ મરણનો ભય હોય તે ઘણી સહેલાઈથી મનને અને ઈન્દ્રિયોને સાધી શકે છે–જેમ શાસ્ત્રોમાં ગુણવમનું દૃષ્ટાંત આવે છે તે નાસ્તિક જે હતો. નગરશેઠને પુત્ર હતો. તે જે નગરમાં રહેતો હતો તેનગરને રાજા ખૂબ ધાર્મિક હતે. દરરોજ તે રાજા પંચ મહાવ્રતધારી સાધુપુરુષના ગુણ ગાય ધન્ય છે તે મહાપુરુષને કે જેમણે મન અને ઇન્દ્રિો પર વિજય મેળવ્યો. છે. એ સ્વરૂપે ગુણાનુવાદ કરે છે. ગુણવર્માને એ વાતરૂચતી નથી. તે એમજ માનતો કે એવા કેઈ મહાપુરુષો હોઈ શકતા નથી કે જેઓએ મન પર વિજય મેળવ્યો હોય એવું તે દઢપણે માનતો હતે પછી તેને ઠેકાણે લાવવા રાજા ઉપાય જે છે. ગુણવમાં ઉપર ખોટો ચેરીને આપ આવે છે અને રાજા તેને મરણાંત સજ કરે છે. તેનાં માતાપિતા વચમાં પડીને કહે છે કે કઈ પણ ભેગે મારા પુત્રને જીવિત દાન આપો. તેનામાં ચોરીનું દુષણ નથી, પણ કે અશુભના ઉદયે તેની ઉપર : આપ આવ્યો છે. આપ તેને અભયદાન આપો. તેના બદલામાં હું મારું સર્વસ્વ આપને અર્પણ કરવા તૈયાર છું. રાજા કહે છે મારે કાંઈ ન જોઈએ, પણ મારી એક શરતનું જે આ ગુણવર્મા પાલન કરે તો હું તેને અભયદાય આપી દઉં.–તે શરત એ છે કે હાથમાં છલછલ ભરેલ તેલને વાટકે લઈને ગુણવમાં આખાએ નગરમાં પરિભ્રમણ કરે. તેની આજુબાજુમાં હથિયારબંધપોલીસ પહેરે ગોઠવાશે, જે વાટકામાંથી એક પણ . તેલનું ટીપું નીચે પડશે તો એજ સમયે કેટવાળે તેનું