________________
૧૪૮
મને વિજ્ઞાન આ મનને સમજાવવા માટે જે જે વચને કહું છું તે તે આ મન કાન દઈને સાંભળવા પણ તૈયાર નથી–જાણે કઈ વચનને કાનમાં પડવા દેતો નથીસારા બેઉનાં વચને માનવી સાંભળે પણ નહિ તો તેને બે લાગે ક્યાંથી ? સાચા અર્થમાં સકર્ણ તે જ કહેવાય કે જે અહનિ જિનવાણી સાંભળતો હોય જિનવાણીના શ્રવણથી જ જીવને પદાર્થ માત્રનું સમ્યફ જ્ઞાન થાય છે. પુણ્યને પાપ બન્નેને જીવજિનવાણીનાં શ્રવણથી જાણે છે. સંવર, નિર્જર અને મેલને પણ જીવ શ્રવણથી જાણે છે. હું મનને હિતશિક્ષારૂપે બેધમય વચને અંતરનાં પ્રેમથી સંભળાવવા કેશીશ કરું છું પણ આ મન તો એવું ચંચળ છે કે મારી વાત કાન દઈને સાંભળતું પણ નથી અને આ કાલે પોતાની ઈચ્છા મુજબ વર્તન કરે રાખે છે. કાલે એ શબ્દપ્રયોગ સ્પષ્ટ મારવાડી છે. મારવાડી ભાષામાં વાતવાતમાં આ શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. તને આટલું પણ સમજાતું નથી, તું તો સાવ કાલે લાગે છે. “આપ મતે રહે કાલો” આ કાલે આપ મતે પોતાની ઈચ્છા મુજબ ચાલે છે, પણ આત્માના કહ્યામાં રહેતો નથી, મહાપુરુની આજ્ઞા પ્રમાણે વર્તતા નથી.
સુરનરપંડિત વગેરે આ મનને સમજાવવાની રીતે ખૂબ સમજાવે છે, પણ મારે સાલે કેઈથી સમજતો નથી. આનંદઘનજી જેવા યેગી પુરુષે પણ જ્યારે જોયું કે આ મન લાખ વાતે કેઈથી સમજતું નથી ત્યારે મન ઉપર એકદમ ઉગ્ર થઈ ગયા અને “સમજે ન મારે સાલે” એમ કહી નાંખ્યું એક મહાન પુરૂષે આવી આકરી ભાષાનો પ્રયોગ કર્યો. બીજા કોઈ માણસ માટે આવા શબ્દો. વાપર્યા હોય તો તેને એમ લાગે કે આણે મને ગાળ દીધી, પણ આ તે પોતાના જ મનના ઉધન માટે આવા શબ્દ વપરાયા છે, એટલે કેઈને કાંઈ કહેવાપણું રહેતું નથી. પોતાની કુમતિરૂપી સ્ત્રીને મનને ભાઈ ઠરાવીને “સમજે ન મારે સાલે” એ શબ્દને પ્રાગ થયે છે.