________________
૧૫૦
મનોવિજ્ઞાન
આવી રૌદ્રતામાંથી જ કયારેક તીવ્ર કર્મ બંધાઈ જાય છે. જેટલી કષાની ઉગ્રતા તેટલી જ બંધમાં તીવ્રતા આવે છે અને રસ બંધ તીવ્ર પણે પડે છે. તે રીતે બંધાયેલાં કર્મોને ઉદયકાળ જાગતા જીવને ઘણી આકરી સજા ભેગવવી પડે છે, તેની આગળ ફાંસીની સજા પણ કેઈ હિસાબમાં નથી. કર્મોનાં ઉદયને લીધે જે સજા થાય છે તે તે ભવોભવમાં અનેકવાર જોગવવી પડે છે. જ્યારે તીવ્ર કર્મોદયને લીધે જીવને જે નરક નિગોદની સજા થાય છે તે તો ઘણાં લાંબા કાળ સુધી ભેગવવી પડે છે. માટે વિના કારણ મનથી દુર્થાન ધરીને જીવે તીવ્ર કર્મ નહિ બાંધવા.
કાળસૌરિક કસાઈને શ્રેણિક મહારાજાએ હિંસા અટકાવવા માટે અંધારીયા કુવામાં ઉંધે માથે લટકાવ્ય, છતાં પણ તેણે. તનથી નહિ તે મનથી તે પાંચસો પાડાને વધ ચાલુ જ રાખે. પાણીમાં પાડાઓની આકૃતિ કલ્પી કલ્પીને તેણે એક માર્યો, બેમાય એમ મનમાં સંકલ્પ વિકલ્પ અને દુર્ગાનની પરંપરા ચલાવવા પૂર્વક પાંચસે પાડાને વધ કર્યો. અંધારીયા કુવામાં લટકાવ્યા છતાં તેનું મન કાબૂમાં ન રહ્યું. કાળસૌરિક કષાઈ અંતે મૃત્યુને પામીને સાતમી નરક ગતિને પામે છે.
મહાન કહેવાતા પંડિતે આવા આવા અનેક દાખલા અને દૃષ્ટાંતોથી મનને સમજાવે છે, છતાં ભલભલા કહેવાતા સુર, નર અને પંડિતોથી પણ આ મન ઝટ તરતમાં સમજતું નથી--
“જાણ્યું એ લિંગ નપુંસક.
આ સકલ મરદને ઠેલે ! બીજી વાત સમરથ છે નર,
એહને કેઈ ન કેલે!! કુંથુજિન મનડું કિમ હી ન બાજે. ૭