________________
૧૫૪
મને વિજ્ઞાન
છે. છતાં કોઈ એમ કહે કે મેં તે મનને સાધી લીધું છે. હવે તપ જપાદિના અનુષ્ઠાન કરવાની કાંઈ જરૂર નથી. બસ અમારૂં મન અમારાં કાબૂમાં છે. અમારે હવે બહારનાં આલબંનની જરૂર નથી. અમારા મનમાં પાપ નથી. અમારે સાધના કરવાની જરૂર શી છે? જેમનું મન કાબૂમાં નથી તેમણે તપ. જપાદિ કરવાના હેય. અમે તે અમારા મનને સાધી લીધું છે. આનંદઘનજી કહે છે આવા બણગાં એકદમ માનવાને હું તૈયાર. નથી. મનને સાધી લેવું એ ઘણી મોટી વાત છે. એ મઢેથી બોલવાની વાત નથી. જ્ઞાન અને ધ્યાનનાં માર્ગમાં ભગીરથ પુરુષાર્થ હોય તે જ મનને સાધી શકાય છે. - નિંદા કુથલીમાં જે મનુષ્યને જરા પણ રસ ન હોય; કેઈની આઘી પાછી કરવામાં જે પાપ સમજતા હોય; કેઈ ઉપર ખોટાં દોરેપણ કરવામાં જેઓ મહા ભયંકર પાપ સમજતા હોય, પરકથા અને પરપ્રવૃત્તિથી પારકી ખટપટથી, જેઓ વિરામ પામેલા હેય, અહર્નિશ સત્સંગ અને આગમ શાસ્ત્રોનું જેઓ શ્રવણ કરતાં હોય તેવા મનુષ્ય જ મનને સાધી શકે છે. જિન પડિમા અને આગમ એ બને મનને સાધવા માટેનાં પ્રબલ નિમિત્તો છે. જિન પડિમા પણ શુદ્ધ ધ્યાનપ્રાપ્તિનું પ્રબલ આલંબન છે. આલંબન છે એટલું જ નહિ પુષ્ટાલંબન છે. આવા આલંબનનું આ પડતા કાળમાં. ત્યાગ કરવું એ મધદરીએ વહાણને ત્યાગ કરવા બરાબર છે. હિંસાને આગળ કરીને કેટલાકે જિન પડિમને લેપ કરે છે, પણ તે તદ્દન વિપરિત વાત છે. હિંસાની વાત આગળ ધરીને પ્રતિમા પૂજનનો લેપ કરનારાં એટલી વાત ભૂલી જાય છે કે તો પછી મુનિઓથી ગ્રામનુગ્રામ વિહાર કેમ થશે ? સુપાત્રે. દાન કેમ દેવાશે! ગરમ ચા કે દૂધ વહેરાવતા તેમાંથી વરાળ. નિકળતા શું વાયુકાયનાં છાની વિધના નહિ થાય?