________________
મને વિજ્ઞાન (ઉત્તરાર્ધ)
૧૫૩ જેણે મનને સાધી લીધું તેણે તપ, જપ, સંયમ વગેરે સર્વ કાંઈ સાધી લીધું, અથવા મન જેણે સાધી લીધું તેણે ચૌદ રાજલેક સાધી લીધા. મનને સાધી લીધા વિના તપ જપાદિની પણ સફળતા નથી. જ્ઞાન, ધ્યાન, તપ, પૂજા વગેરે સર્વધર્મનાં અનુષ્ઠાને મોનિગ્રહ વિના વૃથા છે. આવા વચને અધ્યાત્મકલ્પદ્રુમમાં પૂ. આચાર્યશ્રી મુનિસુંદરસૂરિએ ઉચ્ચાર્યા છે. અને ફરમાવ્યું છે કે મનને વશ કરવું એ મહાગ છે, વળી આગળ વધીને ત્યાં સુધીનાં વિધાને કર્યા છે?
જપ કરવાથી કે બાહ્યા અને અત્યંતર ભેદે તપ કરવાથી મેક્ષ મળતો નથી. તેવી રીતે ચારિત્ર, દમ કે મૌન ધારણા કિરવા માત્રથી પણ મેક્ષ થતો નથી. પણ સારી રીતે વશ કરેલું
એકલું મન જ મેક્ષ આપે છે. મન વશ કરવાના ધ્યેયને નજર સામે રાખીને જે તપ જપાદિ થતાં હોય તે જરૂર મેક્ષને આપે છે. બાકી એકલાં રાગદ્વેષથી જ મન ઘેરાએલું હોય તો તપનું શું પ્રયેાજન છે? તેમજ રાગદ્વેષ મનમાં ન હોય તે પણ તપનું શું પ્રજન છે? સાધ્યની સિદ્ધિ થાય એટલે સાધન છૂટી જાય છે. તેમજ સાધ્યનું લક્ષ જ ન હોય અને સાધન કરે જ જાય તો તેથી પણ શું અર્થ સરવાને છે? ઉપરોકત વિવેચનનું આટલું જ પરમાર્થ છે.
મનને સાધી લેવા માટેના આલંબને
મનને જેણે સાધી લીધું તેણે સઘળું સાધી લીધું. પૂ. આનંદઘનજી કહે છે કે આ વાત જરાએ ખોટી નથી, પણ મનને સાધી લેવું એ કાઈ બચ્ચાંના ખેલ નથી, નાનીસુની વાત નથી. રાધાવેધ સાધવ સહેલું છે, પણ મનને સાધવું કઠીન