________________
છે તેમ –
મને વિજ્ઞાન (ઉત્તરાર્ધ)
૧૪૧ કરી નાંખે છે કે તેવા તપસ્વીઓ પણ ક્ષણવારમાં મેહના પાશમાં પટકાઈ જાય છે, પોતાના સાધ્યની સમીપમાં પહોંચેલા હોવા છતાં કયાંના કયાં દૂર ફેંકાઈ જાય છે. આજ વાતની પુષ્ટિમાં પૂ. વીરવિજયજી મહારાજ પૂજાની ઢાળમાં લખે
એમ અનેક તે ચુકયા,
તપ બળ વને મૂક્યા શકયા નહિં વેદ છુપાયરે
મન માન્યા મેહનને” વેદ મેહનીયના ઉદયે કંઇક આત્માઓ પિતાને લક્ષને ચૂકી ગયા અને પિતાને તપબળને વનમાં મૂકીને ફરી પાછા ઘરબારી થયા. પણ વેદોદયને કાબૂમાં રાખી શક્યા નહિ. શામાં અનેક મુનિઓ પડયાનાં ઘણા દાખલાઓ છે. જીવ બરાબર સ્વમાં જાગૃત નહિ બને ત્યાં સુધી કર્મસત્તા પણ જીવને હંફાવવાની છે. સ્વમાં અત્યંત જાગૃત બનેલ આત્મા જ કર્મસત્તાની સામે ઊભું રહી શકે છે. બાકી અગીયારમાં ગુણસ્થાનકે પહેલાં આત્માઓને પણ કર્મ સત્તા નીચે પછાડે છે અને અનંતકાળ પર્યત તે આત્માઓને ભવમાં ભમવું પડે છે. એટલે સ્વમાં ખૂબ સાવધાન થઈ જવું. જીવ પરાક્રમી બને તો કર્મ સત્તાને મૂળમાંથી ઉચાળા ભરાવવાની તાકાત પણ જીવમાં રહેલી છે. પિતે અનંત શક્તિને ધણું છે એવું ભાન જ આ જીવને થયું નથી. પોતાના સ્વરૂપને પોતે ભૂ તેમાંજ : અનંતાનંત દુઃખની પરંપરાને જીવ અનુભવી રહ્યો છે. સ્તવનની ત્રીજી ગાથામાં, આનંદઘનજીએ ખરેખરૂં રહસ્ય પ્રગટ કર્યું છે. . દુર્ગાનમાં ચડેલાં મનને શત્રરૂપ કહ્યું છે. અંદરનાં વિચાર સારા હોય અને મન જે ધર્મધ્યાનમાં જોડાયેલું હોય તો તેવા મનને મેક્ષનું કારણ કહ્યું છે.