________________
મને વિજ્ઞાન (પૂર્વાર્ધ)
૧૧૭ મનનું સ્વરૂપ છે. જ્યારે આત્મા તે નિર્વિકલ્પ,નિસ્તરંગ મહાદધિ છે. જીવને આ રીતે પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય એટલે સંકલ્પ વિકલ્પ એની મેળે શમતા જાય છે અને પરંપરાએ આમાં જ્યારે સંપૂર્ણ વીતરાગ ભાવને પામે છે ત્યારે અંદરની વૃત્તિઓ સંપૂર્ણ વિરામને પામે છે.
સમાધિ માટેની અનુપમ દષ્ટિ મનને અને આત્માને ગાઢ સંબંધ હોવાથી આટલું લંબાણથી વિવેચન કર્યું છે. મનનો નિગ્રહ આત્મા કરી લે તે મુક્તિદ્વાર નજર સામે દેખાવા માંડે. વાતવાતમાં મન ઉપર ખેટાં રીએકશન આવ્યા જ કરે છે. બહારનાં વાતાવરણની અસર તે સાધકે મન ઉપર નહીં જ લેવી જોઈએ. પણ શરીરમાં મહાભયંકર વ્યાધિ લાગુ પડેલો હોય તે તેની પણ અસર મન પર નહીં આવવા દેવી જોઈએ અને મનને સમાધિભાવમાં રાખવા માટે પુરુષાર્થ ચાલું રાખવો જોઈએ. ઉંચામાં ઉંચી સાધકદશા આને કહેવામાં આવે છે. સાધક જ અંતે સિદ્ધ થાય છે. જગતમાં કર્મના નિયમને અનુસરીને સર્વ વૃત્તાંતે બને છે, અકસ્માત કાંઈ બનતું નથી. જે થાય તે સારા માટે. અથવા કર્મનાં નિયમને અનુસરીને થાય છે. આ રીતનાં વિચારોથી મનની વિકલતા દૂર થાય છે અને મન ઉપર બેટાં રીએકશન આવતાં બંધ થઈ જાય છે. દુનિયામાં તે કંઈક બનાવો બન્યા કરે છે. આપણા અંગત જીવનમાં પણ કેટલીય ઘટનાઓ બની જાય છે. હવે આપણે મન પર અસર લીધા જ કરીએ તો તેને પાર શું આવે? અને મનની વિકલતા દૂર શી રીતે થાય? માટે જ્ઞાનીએ દી ડું હોય તેમ બન્યા કરે છે. આ રીતની ચિંતવનાથી ચિત્ત અનુપમ સમાધિને અનુભવે છે.