________________
મનાવિજ્ઞાન (પૂર્વ)
૧૧૯
કંઈક સારી છે, છતાં અસ્થિરતાવાળી તેા છે જ. પરંતુ અન્ને અવસ્થા વચ્ચે તરતમતા જરૂર છે. આજકાલનાં સાયકાના માટે ભાગે આ શરૂઆતની બે અવસ્થાઓમાં સમાવેશ થાય તેવું છે. કોઈ પણ ધર્માં ક્રિયામાં તમે જાડાયેલા હા, તેમાં સ્થિરતાનુ પ્રમાણ કેટલું અને અસ્થિરતાનું પ્રમાણ કેટલું? અડતાલીશ મીનીટના કાળ સામાયિકના છે. હવે તમે સામાયિક લઈને બેઠાં હેા ત્યારે સ્થિરતાનું પ્રમાણ કેટલુ રહે છે અને અસ્થિર તાનુ' પ્રમાણ કેટલું રહે છે તેના વિચાર કરો. તેમાં સામાયિક લઈને બેઠાં હેા અને એચિંતા ઘર આંગણે મહેમાન આવી ચડયા હોય તે હું પુછુ છું કે ટાઈમનુ માપ રાખવા માટે જે જોડે રેતીની ઘડીયાળ રાખેલી હેાય છે તે કેટલીકવાર ઊંચી નીચી કરે છે? સૌ મનમાં વિચારી લેજો. કાઈને ઈશારામાંએ કાંઈ કહેવાની જરૂર નથી. સૌએ પેાતાનું ઘર પહેલાં તપાસવાનુ છે.
સામાયિક લઇને બેઠાં હાઈએ ત્યારે માળા ઘણીવાર હાથ પર ફરતી હાય છે અને મનજીભાઈ એરડા મજારમાં ભમતા હેાય છે. વિચારવમળમાં મન એક ક્ષણવારમાં અટવાઈ જાય છે. સંકલ્પ વિકલ્પની જાળ એવી ભયંકર છે કે જેમાં લલભલા સમજુ આત્માએ ફસાઈ જાય છે. અધ્યાત્મકલ્પદ્રુમમાં પૂ. મુનિસુંદરસૂરિએ મનને માછીમારની ઉપમા આપી છે. અને તેમાં ફરમાવ્યું છે કે મન મચ્છીમાર જાણે સાનેરી તારવાળી સ’કલ્પ વિકલ્પની જાળ એવી ખૂબીથી બિછાવે છે કે જેમાં ભલભલા આત્માએ સપડાઇ જાય છે અને તે આત્માઓને અનંતકાળ દુર્ગતિનાં મહેમાન બનવું પડે છે. સ્થિરતા જે આત્મામાં આવી હાચ તે આત્માઓ જ તે સ'કલ્પ વિકલ્પની જાળને છેદ્રી શકે છે. સ્થિરતા અને સમજણરૂપી કાતર વિના તે જાળ છેદાતી નથી,