________________
મનોવિજ્ઞાન (ઉત્તરાર્ધ)
૧૩૩ “ચાપારઃ સર્વશાસ્ત્રનાં, વિશ્રી ઇશ્વ હિ पार तु प्रापयत्येकोऽनुभवो भववारिघेः ।।
સર્વ શાસ્ત્રોને વ્યાપાર દિશા બતાવવા પૂરતું છે. જ્યારે માત્ર એક અનુભવજ્ઞાન ભવસમુદ્રથી પાર પમાડે છે. અનુભવ જ્ઞાન અંગેની રજૂઆત પૂ. ઉપાધ્યાયજીએ કેટલી સુંદર શૈલીમાં : કરી છે! મેંદીને પાંદડે પાંદડે રંગ છે, પણ તે રંગ ચડે કયારે ? મેંદીને પીસવામાં આવે ત્યારે. મેદીને પાંદડે પાંદડે જેમ રંગ તેમ જિનવાણીના શબ્દેશબ્દમાં વૈરાગ્યનો રંગ છે, પણ તે રંગ લાગે કયારે? શા સાંભળ્યા પછી જે ઘોલન કરવામાં આવે, શબ્દેશબ્દ ઉપર ઊંડાણથી ચિંતન કરવામાં આવે તે જરૂર ચોળ મજીને રંગ લાગે !
તરતા પુરુષની વાણી આતે કેવલજ્ઞાનરૂપી સૂર્યોદયના અરૂણોદય રૂ૫ ઊંચામાં ઊંચા અનુભવજ્ઞાન અંગેની વ્યાખ્યા થઈ. આ અનુભવજ્ઞાનને શાસ્ત્રીય ભાષામાં પ્રતિભજ્ઞાન પણ કહેવામાં આવે છે. જન્મજન્મની જ્ઞાનની આરાધનાના ફળરૂપે જીવ આવા ઊંચામાં ઊંચા અનુભવજ્ઞાનની ભૂમિકાને પામે છે. જ્યારે આનંદઘનજી જેવા મહાપુરુષોમાં શરૂઆતની ભૂમિકાનું અનુભવજ્ઞાન જરૂર હતું! તેમણે જે વાણી ઉચ્ચારી છે, તે અનુભવગમ્ય વાણી ઉચ્ચારી છે. તેમણે રચેલા પદો અને સ્તવને જ્યારે આપણે ગાતા હોઈએ છીએ ત્યારે જરૂર આપણા મન ઉપર એવી છાપ પડે છે કે આ કોઈ તરતા પુરુષે ઉચ્ચારેલી વાણી છે. પૂ. આનંદઘનજીએ રચેલા સ્તવને માં-પદોમાં શાસ્ત્ર જ્ઞાનની સાથે અનુભવજ્ઞાનનું ઘણું સુંદર દેહન કર્યું છે. સ્વાનુભવને તે તેમણે આત્માને જાણે કલ્યાણમિત્ર ઠરાવ્યું છે.