________________
મને વિજ્ઞાન (પૂર્વાર્ધ)
૧૨૧ પણ ભૂલ તમારે નહિ કરવી જોઈએ. એ છાણા રાજદ્રવ્ય ગણાય અને પૂછયાં વિના તેને લેવાં એ ચોરી કહેવાય.
તેમનાં પત્નીને થઈ ગયેલી ભૂલ અંગેને મનમાં પશ્ચાતાપ થાય છે અને ફરી તેવી ભૂલ નહિં કરૂં તેવી પોતાના પતિને ખાત્રી આપે છે, અને જે છાણા રાજ રસ્તા પરથી લઈ આવેલા તે છાણા પાછા રાજરસ્તા પર મૂકી આવે છે.
પુણિયા શ્રાવકની શ્રાવક ધર્મની મર્યાદા કેટલી મહાન હતી ! જ્યારે આજે ડગલે ને પગલે માનવી અનીતિ આચરે છે આજે નીતિનું દ્રવ્ય કેટલાની પાસે છે ? પહેલાં દ્રવ્ય શુદ્ધ હોય તે અન્નશુદ્ધિ થાય છે. અન્નશુદ્ધિથી મનની શુદ્ધિ થાય છે. અને મનની શુદ્ધિથી આત્મ શુદ્ધિ થાય છે, જ્યારે આજે તે ખાટલે મોટી ખોટ કે પાય જ ન મળે. પેટમાં અનાજ કેવું જાય છે તેની ઉપર મનની સ્થિરતાને ઘણે માટે આધાર રહે છે. એટલે માર્ગાનુસારિનાં પાંત્રીસ બોલમાં પહેલે જ બેલ “ન્યાયસંપન્ન વિભવને છે” ગૃહસ્થની પાસે ધન હોય તેની કેઈને ઈર્ષ્યા નથી પણ ન્યાયસંપન હેલું જોઈએ. નીતિને ન્યાય એ તો ધાર્મિક જીવનને પામે છે. આજે અનુષ્ઠાનમાં સ્થિરતા રહેતી નથી તે અંગેના કારણે હવે તમે તમારી મેળે વિચારી લે જો. મે તે માટે અપક્ષયોપશમ મુજબ સમજાવવા પ્રયાસ કર્યો છે.
જેટલી સ્થિરતા તેટલે આનંદ મનના બે પ્રકાર વર્ણવી ગયા. તેમાં કહી ગયા કે મનની પહેલી અવસ્થા કરતાં બીજી શ્રેષ્ટ છે. તેમાં કાંઈક આનંદનો અંશ રહેલો છે. જેટલીવાર મન સ્થિર રહે તેટલીવાર તે આનંદ લૂંટી શકે છે. હવે લિષ્ટ નામની મનની ત્રીજી અવસ્થા છે. તે