________________
૧૧૮
મને વિજ્ઞાન
મનના ચાર પ્રકાર કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએમનનાં ચાર પ્રકાર યેગશાસ્ત્રમાં વર્ણવ્યા છે. વિક્ષિપ્તમન, યાતાયાત મન, લિષ્ટ અને સુલીન મન. મનનાં આ ચાર પ્રકાર છે. યોગશાસ્ત્રનાં બારમાં પ્રકાશમા પોતાના સ્વાનુભવનાં વિષયમાં કલિકાલસર્વ આ પ્રકારે વર્ણવ્યા છે. જેમાં અત્યંત ચંચલતા હોય તેને વિક્ષિપ્તમન કહેવામાં આવે છે, જેના લીધે સાધનામાં વારંવાર વિક્ષેપ ઊભું થયા કરે અથવા સાધકને સાધનાના માર્ગમાં આગળ ધપવામાં મુશ્કેલી પડે. મન ચંચલતા કર્યા કરે પણ ઠરીને ઠામ ન થાય તે બધું વિક્ષિપ્ત મનને લીધે થાય છે. પરંતુ તેથી સાધકે નાસીપાસ થવાનું નથી. સાધકે દઢતાથી પિતાની સાધના ચાલુ જ રાખવી. અભ્યાસનાં માર્ગમાં જેમ જેમ સાધક આગળ ને આગળ ધપતા જશે તેમ તેમ મનનાં વિક પણ શાંત પડતા જશે અને અંતે મન સાધકને સ્વાધીન થઈ જશે. બાકી મનની શરૂઆતની અસ્થિરતા જોઈને સાધક જે હિંમત હારી ગયે તો પછી મન કદી સાધકને આધીન નહિ થાય.
સંકલ્પ વિકલ્પની જાળ પહેલી વિક્ષિપ્તદશા ઓળંગ્યા પછી બીજી મનની યાતાયાત અવસ્થા છે. જરાવાર મન સ્થિર રહે અને વળી બીજે ચાલ્યું જાય. મનમાં વિકલ્પ ઉઠે અને ફરી પાછા શાંત પડી જાય. સાધકને મનમાં એટલું જરૂર રહ્યા કરે કે હું આ સામાયિકમાં બેઠો છું છતાં આ મન કેમ અન્ય વિચારમાં ચડી જાય છે, અને મનમાં ન આવવાના વિચાર આવી જાય છે. આ રીતની અંદરની જાગૃતિના બળે ફરી મનને ઠેકાણે લાવે. વળી મન બીજે ચાલ્યું જાય. આ યાતાયાત નામની મનની બીજી અવસ્થા