________________
૧૧૧
મનોવિજ્ઞાન કાળધર્મને પામ્યાં હોત તો કઈ ગતિમાં જાત? ભગવંતે ફિરમાવ્યું કે તેઓ સાતમી નરકે જાત. શ્રેણિક તે આ વાત સાંભળીને વિસ્મયને પામી ગયા. પ્રભુ! આવા મહર્ષિની આવી દુર્ગતિ કેમ થાય? પછી પ્રભુએ પ્રસન્નચંદ્ર મહર્ષિ દુમુખના વચન સાંભળી કંઈ રીતે ધ્યનમાં ચડી ગયાં તે આખાએ પ્રસંગનું વર્ણન કર્યું. શ્રેણિક રાજાએ થેડીક વારના અંતર પછી ફરી પૂછયું કે પ્રભુ! એ મહર્ષિ અત્યારે કાળ કરે તે કઈ ગતિને પામે? પ્રભુએ કહ્યું કે એ અત્યારે કાળ કરે સર્વાર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર વિમાન નામે ઉચામાં ઉંચા દેવલોકને પામે. જો કે શ્રેણિકે ઉત્તરોત્તર પૂછયું છે અને ભગવાને જવાબ પણ ‘ઉત્તરોત્તર આપેલાં છે. એટલામાં તે દેવ દુંદુભિને નાદ થયે અને મહર્ષિ કેવળજ્ઞાનને પામી ગયા. બસ આનું નામ જ “મન વિ મનુષ્ય જાળ વંધ ક્ષાઃ |પ્રસનચંદ્ર રાજર્ષિએ સાતમી નરકના દળીયા ભેગાં કર્યાં હતાં પણ નિકાચિત પણે તેને બંધ રહેતો પડયે એટલે શુભ ધ્યાનથી તે દળીકે તેમણે વિખેરી નાખ્યા, જ્યારે શ્રેણિક મહારાજા જેને નિકાચિત પણે બંધ પડી ગયેલે? તો તેમને પાછળથી ક્ષાયિક સમક્તિ અને તિથિકર નામ કર્મની નિકાચના કરવા છતાં નરકે જવું પડયું. મનનું ફાન ઉપડે ત્યારે કેવું ઉપડે છે એ રાજર્ષિનાં દટાંત પરથી દરેક મુમુક્ષુએ સમજી લેવા જેવું છે. મનનું તેફાન ક્યારેક તપ સંયમરૂપી નૌકાને મધદરિયે બુડાડી દે, તેમાં આત્મારૂપી સુકાની જે પ્રસન્નચંદ્ર મહર્ષિની જેમ જાગૃત બની જાય તે નૌકાને કિનારે પહોંચાડી દે! આત્માની જાગ્રતિ વિના મન બીજા કેઈને ગણકારે તેમ નથી–ઈન્દ્રિયે તો મનની આજ્ઞા મુજબ વર્તતી હોય છે એટલે એ તે મનની સામે મેરો માંડી શકે તેમ નથી.