________________
મનેાવિજ્ઞાન (પૂર્વાધ )
૧૦૧
પામે છે, તેનું વર્ણન કરવાને પણ કોણ સમથ છે. શ્રી પ્રશમરતિ પ્રકરણની ચાવીશમી ગાથામાં પૂ. ઉમાસ્વાતિજીએ આ સ્વરૂપે ઉલ્લેખ કર્યાં છે અને આગળની ગાથામાં ફરમાળ્યું છે.
क्रोधात्प्रीति विनाश, मानाद्विनयोपघातमाप्नोति शाठयात्प्रत्ययहानिं सर्वगुण विनाशनं लोभात् ॥
ક્રોધથી વર્ષોની પ્રીતિના વિનાશ થાય છે. માનથી વિનય ગુણના ઉપઘાત થાય છે. માયાથી મૈત્રીને વિનાશ થાય છે અને લેાભથી સર્વ ગુણના નાશ થાય છે. કષાયામાંથી આવા તેા કેટલાય અનર્થી જન્મે છે. સ્વ. આત્માનું હિત ઈચ્છનારા મનુષ્યાએ આ ચારે ચાર દોષોને કાતીલ ઝેર કરતા પણ ભયંકર સમજીને વસી નાંખવા જોઈએ. સ`સારરૂપીવિષવૃક્ષને પાષણ આપનારા આ ચાર કષાયેા છે અને કર્મીની જડને નવપલ્લવિત રાખનારા પણ આ ચાર કષાયેા છે, માટે મન દોષોની ખાણરૂપ છે ત્યાં સુધી પંડિત કે ભૂખ વચ્ચે કશુ અંતર નથી. મન આ દોષોને આધીન ન બને ત્યારે સમજવું કે હવે સાધક મેાક્ષમાગની નજદીકમાં છે. કયારેક મન દોષોથી ઘેરાઈ જાય, પણ મનને ફરી મૂળ સ્વરૂપમાં લાવવાના પ્રયત્ન ચાલુ રાખે તે એ સમજવું કે સાધક શુદ્ધ દશામાં છે.
આ કાળના જીવાની મનેાદશા
કયાં પૂર્વકાળનાં મહાપુરુષોનું મન કે, જે મહાપુરુષો મરણાંત ઉપસનાં સમયે પણ લેશમાત્ર મનથી ચલિત બન્યા નથી અને કયાં આ કાળનાં મનુષ્યાનું ચંચલ મટ જેવુ અસ્થિર મન કે, જે વાતવાતમાં ગરમ થઈ જાય, વાત વાતમાં મનમાં લાગી આવે. આ કાળનાં મોટા ભાગનાં મનુષ્યેાની મનની