________________
મનોવિજ્ઞાન
કેશા અંતે સ્થૂલિભદ્ર મહામુનિથી પ્રતિબંધને પામે છે. કેશા સામેથી મહામુનિને કહે છે કે મેં આપને ચળાવવા અંગેના ઘણાં પ્રયાસ કર્યા છતાં આપ મનથી પણ ચળ્યા નથી માટે સમ્યત્વ પમાડીને હવે આપ મારે ઉદ્ધાર કરે. અંતે સ્થૂલિભદ્રજી તેને સમ્યકત્વ સહિત બાર વ્રત ઉચ્ચરાવે છે અને કેશા પરમ શ્રાવિકા બને છે. તરેલે માણસ જ બીજાને તારી શકે છે. સ્થૂલિભદ્રજી પતે તે તર્યા અને કેશાને પણ તારી. જો કે તેમણે અનેકેને તાર્યા છે પણ કેશા અંગેની ઘટના તેમના જીવનમાં અલૌકિક બની છે. જે વાતાવરણમાં ભલભલા ગોથું ખાઈ જાય તેવા વાતાવરણમાં સ્થૂલિભદ્રજી અચળ રહ્યા છે અને કેશા ઉપર પણ તેમને કોઈ અને પ્રભાવ પડ્યો છે. એક નજીવી છૂટ રાખીને કેશાએ સ્થૂલિભદ્રજી પાસે તો અંગીકાર કર્યા છે. કેશાએ વ્રત અંગીકાર કરવાના સમયે એટલી છૂટ રાખેલી કે આ નગરીને રાજા કેઈ પુરુષ ઉપર પ્રસન્ન થઈને તે પુરુષને મને સુપ્રત કરે તે તેની સાથેનાં સમાગમની કેશાએ છૂટ રાખેલી. તેમાં એક વાર રાજાની સભામાં કોઈ રથકાર આવેલ અને રાજા તેની ઉપર કોઈ કારણસર ખૂબ પ્રસન્ન થયા અને તે રથકારે રાજા પાસે કેશાની માંગણી કરી. સંતુષ્ટ થયેલા રાજાએ તેને કેશા સુપ્રત કરી. પછી તે રથકાર કેશાને ત્યાં આવે છે. કેશા હંમેશા તેની આગળ સ્થૂલિભદ્ર મહામુનિનાં મુક્તકંઠે ગુણ ગાય છે. રથકારને મનમાં થાય છે. આ કેશા આટલી બધી સ્વરૂપવાન હોવા છતાં એક ચગી પર આટલી બધી કેમ મુગ્ધ બની છે? વાતવાતમાં સ્થૂલિભદ્રને જ સંભારે છે અને તેમને સંભારતાં આ કશાનાં ગાત્રેગાત્ર જાણે રેમાંચને અનુભવતા હોય છે.