________________
૬૮
મને વિજ્ઞાન
કેશાને સ્થૂલિભદ્રજીમાં સંપૂર્ણ અનુરાગ હોવા છતાં સ્થૂલિભદ્રજી લેશ પણ રાગદશાને ન પામ્યા. ખરેખર આનાથી દુનિયામાં ખીજું શું દુષ્કર હેાઈ શકે.
કાજળની કોટડીમાં રહ્યા છતાં નિલે પ
મહાન કવિઓએ પણ સ્થૂલિભદ્રજીનાં મુક્તક કે ગુણ ગાયા છે અને ત્યાં સુધી તેમના અંગે કહ્યું છે કે પવતની ગુફાઓમાં રહીને નિન વનપ્રદેશમાં વાસ કરીને અત્યાર સુધીમાં ઘણા મનુષ્યાએ ઇન્દ્રિયા ઉપર વિજય મેળવ્યેા છે પણ ભવ્ય પ્રાસા દમાં યુવતિની સમીપમાં રહીને ઇન્દ્રિયાને વશમાં રાખનારા તા એક શકટાલ નંદન સ્થૂલિભદ્ર જ થયા. એમણે અગ્નિમાં પ્રવેશ કર્યાં હતાં જરાએ દાઝ્યા નહિ. તલવારની ધાર પર ચાલ્યા છતાં જરાએ છેદાયાં નહિ. કાળા સપનાં દરમાં રહ્યાં છતાં ડંખાયા નહિ અને કાજળની કોટડીમાં રહ્યાં છતાં તેમને ડાઘ લાગ્યા નહિ. ધન્ય છે તે સ્થૂલિભદ્ર મહામુનિને ! કેવા ભાવવાહી શબ્દોમાં કવિઓએ તેમને સ્તવ્યા છે.
પૂ. વિનયવિજયજી મહારાજે તે આગળ વધીને કલ્પસૂત્રની ટીકામાં ત્યાં સુધી કહ્યું છે કે—
श्री नेमितोऽपि शकटासुतं विचार्य मन्यामहे वयममुं भटमेकमेव || देवोऽद्रिदुर्गमधिरुह्य जिगाय मोहं यन्मोहनालयमयं तु वशी प्रविश्य ।।
અમારે એમ માનવું પડે છે કે શ્રી નેમિનાથ પ્રભુ કે જેએ ખાવીસમા તીર્થંકર છે. તેમનાં કરતાં પણ સ્થૂલિભદ્ર તેા વળી અદ્વિતીય પરાક્રમી નીકળ્યા. શ્રી નેમિનાથ પ્રભુએ તા ગિરનાર પતના દૂંગના આશ્રય કરીને માહને જીત્યા, જયારે સ્થૂલિભદ્રજીએ તા માહનાં ઘરમાં દાખલ થઈને મેાહને જીત્યા. જો કે શ્રી