________________
૭૦
મને વિજ્ઞાન ગુરુ ભગવંત તેમને દુર એટલે તમે દુષ્કર કર્યું એવા શબ્દથી સંબંધે છે. એટલે ત્રણે મુનિવરને સન્માન આપે છે.
સ્થૂલિભદ્રજી જેવાં વંદન કરે છે કે ગુરુભગવંત દુકકર દુક્કર દુક્કર એમ ત્રણ વાર બોલીને તેમને આદર આપે છે. એટલે પેલા સિંહગુફાવાસી મુનિ મનમાં મત્સર ધારણ કરે છે અને પરસ્પર એક એકને કહે છેઃ ગુરુને વિવેક જે. આપણા ગુરુ કેવા વિવેકી છે! આપણે મહા વિકટ પ્રદેશમાં રહીને ચાર મહિના પર્યત અતિ દુષ્કર તપ કર્યું છતાં આપણને એકજ વાર દુકકર કહે છે અને જેણે ચાર મહિના કેશને ત્યાં રહીને એકલા માલ પાણી આરેગ્યા તેને ત્રણ વાર દુક્કર કહે છે! એ તો ચિત્રશાળા જેવા રમ્ય મકાનમાં ચાર ચારમહિના રહ્યાં છે, અને કેશા ખડે પગે એમની સેવામાં રહેનારી હતી. એ ત્યાં રહીને ષટરસ ભેજન આગતાં હતાં જ્યારે આપણે તવન વગડામાં રહીને કેટલા કષ્ટો વેઠેલા છે. કેટલી ઉગ્ર તપશ્ચર્યા આપણે કરી છે! સિંહ અને સર્પ જેવા ભયંકર પ્રાણીઓની પાડોશમાં આપણે ચાર ચાર મહિના રહ્યાં.સિંહગુફાવાસી મુનિ કહે છે. સિહની ત્રાડ સાંભળીને બીજા થરથરી ઉઠે તેવા સિંહની પાડોશમાં મેં ચાર ચાર મહિના નિર્ભિકપણે પસાર કર્યા છે છતાં ગુરુએ મારા તપની કદર ઘણી ઓછી કરી છે અને સ્થૂલિભદ્રજીને ત્રણ વાર દુક્કર કહીને આપણા કરતાં ઘણું માન આપ્યું છે. આ સ્થૂલિભદ્રજી તરફને ગુરુનો પક્ષપાત કહેવાય. સિહ ગુફાવાસી મુનિને મનમાં સ્થૂલિભદ્રજી તરફ ઈષ્ય પેદા થઈ જાય છે. બીજા બે મુનિઓને થોડું મનમાં લાગ્યું ખરૂં છતાં તેમણે મનમાં ઈષ્ય ન રાખી.
તપમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય સિંહગુફાવાસી એટલું પણ ન સમજી શક્યા કે બધું આચરવું સહેલું છે પણ વિકાર પર વિજય મેળવ અતિ દુષ્કર