________________
૭૧.
અસિધારાવત છે. સૂયગડાંગ સૂત્રમાં ગણધર ભગવંતોએ ફરમાવ્યું છે તેમ તવેણુ વા ઉત્તમ વંમાં તપમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તપ બ્રહ્મચર્ય છે. દાનમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અભયદાન છે. સત્ય વચનમાં શ્રેષ્ઠ નિરવદ્ય વચન છે. નિગ્રંથમાં શ્રેષ્ઠ જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર છે.
આગાથામાં તપમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય કહ્યું છે. આટલું જ સિંહ ગુફાવાસી સમજયા હતા તે સ્થૂલિભદ્ર મહામુનિની તેઓ ઈર્ષ્યા ન કરત અને બ્રહ્મચર્ય પણ સ્ત્રીની સમીપમાં રહીને પાળવું એ તે વળી અતિ દુષ્કર છે. કેશા કે જે સ્થૂલિભદ્રજીની પૂર્વવસ્થામાં સંપૂર્ણ પરિચિતહતી તેની સમીપમાં રહીને સ્થૂલિભદ્રજીએ જે વ્રતનું પાલન કર્યું છે એ તે એમણે દુષ્કર જ નહિ પણ અતિ દુષ્કર કર્યું છે. આટલું ન સમજયા તેમાં સિંહગુફાવાસીને તેમના પ્રતિ ઈર્ષ્યા થઈ છે.
ગુણાનુરાગ એ ધર્મપ્રાપ્તિનું બીજ
આ બાબત અંગે પૂ. ધર્મદાસ ગણુએ ઉપદેશમાળામાં સ્પષ્ટ ફરમાવ્યું છે કે–
जइ दुक्कर दुक्करकारउत्ति, भणिओ जहट्ठिओ साहु । तो किस अज्ज संभूअविजयसीसेहि न खमियं ।
સંયમમાં સ્થિત એવા સ્થૂલિભદ્રજી તે કશાને ત્યાં ચાતુ. મસ રહીને ગુસમીપે જ્યારે પાછા આવ્યા ત્યારે ગુરુએ તેમને દુષ્કર દુષ્કર કારક એમ ત્રણ વાર કહીને બહુમાનપૂર્વક બેલા વ્યા. તે ગુરુ વચન સિંહગુફાવાસીથી કેમ ન ખમાયું ? અર્થાત એ તેમનું નિવિવેકી પણું છે યથાસ્થિત ગુણોને જોઈને દરેકે મનમાં ગુણાનુરાગ ધરવો જોઈએ. ગુણાનુરાગ એ ધર્મ પ્રાપ્તિનું બીજ છે. ગુણાનુરાગથી જીવ દર્શનવિશુદ્ધિને પામે છે. ઉત્તમ પુરુષના ગુણ ગાવા જોઈએ. તેવા પુરુષના ગુણ ગાવાથી તે ગુણ આપણા જીવનમાં આવે છે.