________________
૯
મને વિજ્ઞાન શકો તે દિવસે તમારે વિનાસ છે, તમારે મને આધીન રાખે હોય તે આ શરતનું તમારે પાલન કરવાનું છે.
પિશાચની જેમ મનને કામે લગાડે
શેઠ મનમાં વિચારે છે મારે ત્યાં કામને ક્યાં દુકાળ છે. મેટા પાયા પર મારે વ્યાપાર ચાલે છે અને ડગલેને પગલે કામ ઉભું જ હોય છે. એટલે પેલા પિશાચની શરત કબુલ રાખી અને પિશાચને કામે લગાડી દે છે. ઘડીકમાં તેને ઘર બાંધવાનું કામ સોંપે છે તે ઘડીકમાં ધન ધાન્યાદિ લાવવા અને સુવર્ણ રજત મણિ માણેક વગેરે ઈષ્ટસામગ્રી સંપાદન કરવાનું કાર્ય સોંપે છે. પિશાચે પોતાની દૈવી શક્તિના પ્રભાવે એ બધાં કાર્યો થડાક જ વખતમાં પતાવી દીધાં. શેઠ જે કાંઈ કામ સેપે તે કાચી સેકંડમાં પતાવી આપે, હવે શેઠને મનમાં મુંઝવણ વધતી જાય છે કે કામ હવે ખુટવા આવ્યું છે અને આ પિશાચ કયાંય મને પતાવી દેશે ? એટલામાં ગામમાં કઈ જ્ઞાની ગુરુ આવ્યા અને શેઠ જ્ઞાની ગુરુની સમીપે જઈને પિતાની મુંઝવણની વાત કરે છે. જ્ઞાની ગુરુ કહે છે શેઠ તમારે આમાં મુંઝાવા જેવું શું છે– મારી વાત તમે ધીરજથી સાંભળો. હું તમારી મુંઝવણને કેયડે ઉકેલી આપું શેઠ કહે છે તો તે આપે મારી પર અનંત ઉપકાર કર્યો કહેવાશે અને આપના તરફથી મને જીવતદાન મળ્યું માનીશ.
ત્યારબાદ જ્ઞાની ગુરુ શેઠને કહે છે કે શેઠ તમે જંગલમાંથી ત્રણ વાંસડા મંગાવો. તેમાંથી બે સામસામા ખેડાવજો અને એક વાંસડે બંને સામસામાં ખેડાવેલા વાંસડાની ઉપર ચડાવજે, પછી પેલા પિશાચને કહી દેજે કે તેને બીજા કોઈ પણ કામે ન લગાડું ત્યાં સુધી વાંસડાની ઉપર તું ચડઉતરની