________________
૯૦
મનેાવિજ્ઞાન.
રાને મનમાં થયું કે આ તા કયારેક આપણાં કુળને કલ'ક લગાડી દેશે, માટે આને ઘરનાં કામકાજમાં જોડી દેવી જોઈએ જેથી આના મનમાં ખીજા કોઈ નબળાં વિચારે ન આવે. આ રીતે વિચારીને તેણીની માથે સઘળા ઘર વ્યાપાર નાંખી દીધે. હવે ઘરનાં સઘળાં કામકાજ અંગેના બાજો તેણીની માથે પડવાથી તેને નિદ્રા લેવાની પણ ફુરસદ મળતી નથી. આથી પેલી વિષય ભાગ સંબ ંધી કબુલાત તેનાં મગજમાંથી નીકળી ગઈ. એ. રીતે સાધુઓએ પણ સંયમ વ્યાપારમાં પેાતાના મનને, વચનને અને તનને એવા પરાવી દેવાં કે ખીજા' કેઇ વિષયનાં લગતાં આલતુફાલતુ વિચારા મગજમાં આવે જ નહિ–કેવી અદ્ભુત ઘટના ઉમાસ્વાતિજીએ આ ગાથામાં કરી છે ! આવા મહાપુરુષાને જ જ્ઞાનીએ ખરેખરા દિવ્ય દૃષ્ટા કહ્યા છે અને મહાપુરુષોએ આપણને દશ ન જ નથી કરાવ્યું, પણ બ્ધિ દશન કરાવ્યું છે. આવુ સ્પષ્ટ દર્શીન થયા પછી તેા માનવી ઘણી સહેલાઇથી પેાતાના મનને અંકુશમાં રાખી શકે છે.
મનરૂપી મટ
ઘણી જગ્યાએ મનને વાંદરની ઉપમા દેવામાં આવે છે.. પણ વાંદરાની ચંચલતા કરતાચે મનની ચ ંચળતા ઘણી વધારે છે. પૂ. હેમચંદ્રાચાર્યજી ચેાગશાસ્ત્રમાં ફરમાવે છે કે :
मनः कपिरय विश्वपरिभ्रमण હવટઃ । नियंत्रणीयेो यत्नेन, मुक्तिमिच्छुभिरात्मनः ||
આમનરૂપી પિ(વાંદરે) આખાએ વિશ્વમાં પરિભ્રમણ કરવાના લંપટ સ્વભાવવાળા છે માટે મુક્તિ મેળવવાની ઈચ્છ રાખનારાં દરેક મુમુક્ષુએએ પ્રયત્નપૂર્વ ક તેના નિગ્રહ કરવા