________________
મનોવિજ્ઞાન (પૂર્વાર્ધ)
૯૧ . હવે કયાં વાંદરાની ચંચલતા અને ક્યાં મનની ચપલતા ! વાંદરા તે અમુક એનાં સર્કલમાં જ પરિભ્રમણ કરતા હોય છે. અમે એકવાર ધોરાજી ચાતુર્માસ હતા. ધોરાજીથી જુનાગઢ ચૌદ . માઈલ જ દૂર છે. જુનાગઢ પાસે આવેલાં ગિરનારજી પર્વતમાં ઘણું વાંદરા રહે છે. પણ તે વાંદરાને કેઈપણ દિવસે ધોરાજીમાં અમે જોયાં નથી. કયારેક કોઈવાર ભૂલા પડી ગયા હોય એ જુદી વાત છે બાકી પોતાના સર્કલમાં જ એ પરિભ્રમણ કરતાં હોય છે. એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર અને બીજા ઝાડ ઉપરથી ત્રીજા ઉપર આમ કુદાકુદ કર્યા કરે, પણ. પિતાની હદમાં રહીને કરે. જ્યારે આ મનમક. તે આ ક્ષણે અહીં હોય તો બીજી જ ક્ષણે દિલ્હી આગ્રા પહોચે અને ત્રીજી જ ક્ષણે ન્યુયોર્ક પહોંચી જાય. રેકેટમાં વેગ કરતાં મનને વેગ અનંતગણો છે. હવે આમાં વાંદરાની ચંચલતા શા હિસાબમાં છે? આ તો વાંદરાની જાતમાં લાંબી અક્કલ નહિ. નહિ તો તે મનને વાંદરાની ઉપમા આપનારા ઉપર એ બદનક્ષીને કેસ માંડત? અને કોર્ટમાં પૂરવાર કરી આપત કે આ માનવજાત . અમને મનની સાથે સરખાવીને વગોવે છે. પણ વાંદરા વતી . કેસ લડે કેણ? ખરેખર આ ઘટના સમજવા જેવી છે. આજે સામાયિક પ્રતિક્રમણમાં બેઠેલાઓનું મન પણ ઠેકાણે રહેતું નથી, મનને જ્યાં ત્યાં મેર આપણે ભમાડતા જ હાઈએ છીએ? પણ એથી કયે અર્થ સરવાને છે.
પદાર્થ માત્ર અંગેનું સભ્યદર્શન મન મર્કટની જેમ ચોમેર ભમ્યા કરે છે તેનું કારણ જીવની દૃષ્ટિ શુદ્ધ થઈ નથી. જીવ સમ્યક્ત્વ ગુણને પામી જાય . તે દર્શન શુદ્ધિની સાથે અંદરનાં માનસિક ભાવમાં અજબ.