________________
८६
મને વિજ્ઞાન
જ ચંચલતા હોય તે ઉપયોગ રહે ક્યાંથી? અને તે વિના. ભાવ પ્રગટે શી રીતે ? માટે સ્થિરતા વિના સિદ્ધિ નથી. જ્યારે મનમર્કટતે આખા વિશ્વમાં પરિભ્રમણ કરવાના સ્વભાવવાળું છે. માટે આચાર્યશ્રી કહે છે કે યત્નપૂર્વક મનને નિગ્રહ કરે.
મનની સમતુલા આગળ વધીને પૂ. આચાર્યશ્રી ફરમાવે છે કે:
मनः क्षपाचरो भ्राम्यन्नपशंक निर कुशः ।
प्रपातयति संसारावर्तगर्ते जगत्रयी ॥ આ ગાથામાં મનને રાક્ષસની ઉપમા આપી છે અને ઘટનાકરે. છે કે નિઃશંક અને નિરંકુશપણે ભમતે આ મનરૂપી રાક્ષસ: ત્રણે જગતના જીવોને સંસાર રૂપી આવર્તાના ખાડામાં પાડે. છે-મન મેર ભમ્યા જ કરતું હોય છે સંક૯પ અને વિકલ્પ એજ મનનું કાર્યક્ષેત્ર છે. જરાક સુખ મળે તે. માનવી ઉન્મત્ત બની જાય છે અને જરાક માથે દુ:ખ પડે તે રોવા બેસી જાય છે –આવી સ્થિતિમાં મનની. સમતુલા ક્યાંથી રહે? સુખ કે દુઃખ બન્નેમાં સમભાવે રહેવું એ જ ખરી સમતુલા છે. સંસારના દુઃખ જેમ અસાર છે તેમ. સંસારના સુખ પણ અસાર છે. આ રીતની સમજણ થયા પછી, જ મન સમભાવમાં આવે છે. દુ:ખમાં જીવને જે અણગમે છે તે જ અણગમો કહેવાતા પગલિક સુખમાં થાય એટલે સમજવું મનની સમાધિ હવે દુર્લભ નથી. દુઃખ વર્તમાનમાં ભયંકર છે તે સુખ ભાવિમાં ભયંકર છે. વર્તમાનમાં. વૈષચિક સુખમાં જીવ જેટલો રાચે તેટલાં જ ભાવિમાં તેની