________________
૭૨
મને વિજ્ઞાન
ગુણની ઈર્ષ્યા કરવાથી માનવીમાં નિર્ણતા આવે છે. માટે ગુણ દેખાય ત્યાં ગુણાનુરાગ ધરવો જોઈએ. નિર્ગુણતા દેખાય ત્યાં માધ્યસ્થ ભાવ ધરવે જોઈએ. ગુણ તરફ ગુણાનુરાગ હાય પણ નિર્ગુણ તરફ મનમાં દ્વેષ ભાવ નહી રાખવો જોઈએ. તેવા પ્રત્યે માધ્યસ્થ ભાવ જોઈએ. આ ઘણાં જ ઊંડા રહસ્યની વાત છે અને આ વાતમાં ઘણા શાસ્ત્રોને નિચોડ આવી જાય છે, પણ રાગી જેમ દોષને જોઈ ન શકે તેમ દ્વેષી ગુણને ન જોઈ શકે.
પરની માટે તેમાં જિંદગી રડે સ્થૂલિભદ્ર સ્વામીનાં મેરૂ પર્વત જેવાં મહાન ગુણને સિંહ ગુફાવાસી એ સમયે જોઈ ન શકયા. આજના જગતની એથી પણ ઘણીજ વિષમ પરિસ્થિતિ છે. આજે બીજા કોઈને ઉત્કર્ષ તો કેઈથી જોવાત નથી. એક સાધુ આગળ બીજા સાધુની સારી વાત કરશે ત્યાં પ્રભેદભાવ વ્યક્ત કરવાને બદલે તરત જ ઝેર ઓકવા માંડશે. પ્રમોદભાવ વ્યક્ત કરનારા પણ છે, પણ કાળની વિષમતાને લીધે અને જીવની અંતરગત મલિનતાને લીધે ઝેર ઓકનાર પણ વધતા જાય છે. આજની દુનિયામાં નબળી વાતમાં રસ બહુ પિષાય છે. ધર્મસ્થાનમાં પણ નિંદા કુથલીની પ્રવૃત્તિ વધતી જાય છે. પ્રતિકમણમાં આવનારાં હજુ પ્રતિક્રમણ શરૂ ન થયું હોય તે પહેલાં ગામ આખાની રામાચણ માંડે અને એવી માંડે કે જેમાં જિંદગી આખી રડે. એવા જીવો ધર્મકરણીનાં ફળને પણ શું પામે? જીવ ચિકણાકર્મ આમ બાંધે છે. કેટલાક શ્રાવકે આજે સાધુઓની નિંદા કરતા થઈ ગયા છે, જે અતિ ભયંકર છે. સામાન્ય માણસની નિંદા કરવી એ પણ પાપ છે તો મહાવ્રતધારી શ્રમણ ભગવંતની નિંદા કરવી એ તો મહાપાપ છે. એટલું નથી વિચારતા કે આ પડતા કાળમાં પણ જૈન સાધુએ કેટલું ઊંચામાં ઊંચું જીવન જીવી રહ્યા છે.