________________
૮૪
મનોવિજ્ઞાન કંકર પડ્યા હોય તે તેમાં શેનુ ધ્યાન ખેંચાય? તે તરફ કોઈ નજરે નહીં કરે, કારણ કે જાણે છે આમાં શું છે, ત્યારે જ્ઞાની કહે છે કે મણિમાણેક કે મુક્તાફળમાં એ શું છે? તત્વ દષ્ટિએ એ પણ પૃથ્વીકાયનાં જ પ્રકારે છે. ભલે બન્ને વચ્ચે વિવેક હાય પણ જ્ઞાન દષ્ટિ પ્રગટ્યા પછી રાગ દ્વેષની બુદ્ધિ ન હોય. મૃત્યુના સમયે મણિમાણેકે જીવનું રક્ષણ કરવાને સમર્થ નથી. એ બધાનાં સંગથી કયારેક જીવને આફતમાં મુકાવવું પડે છે. અનેક સાથે ઘર્ષણ પણ એમાંથી પેદા થાય છે ભાઈ–ભાઈ વચ્ચે વૈમનસ્ય પણ એમાથી સર્જાય છે. માટે સેનું રૂપ કે મણિ માણેકે નિઃસાર છે, આમ દરેક પદાર્થની નિ:સારતા સમજાતા મન બધેથી પાછું હઠીને અંતે સ્વરૂપમાં વિશ્રાંતિ પામે છે. માટે અભ્યાસ અને વૈરાગ્ય મનનાં નિગ્રહ માટેના શ્રેષ્ઠ ઉપાયે છે.
આજે ઘણાં અમને પ્રશ્ન કરે છે કે મહારાજશ્રી ! આ મનને જીતવા માટેનાં ઉપાય શું? ધાર્મિક પ્રવૃતિમાં મનની સ્થિરતા કેમ નહિ જળવાતી હોય ? માળા ગણવા બેસીએ ત્યારે જ મન કેમ બીજે ભટકવા જાય છે ? આ બધા પ્રશ્નોનો જવાબ ઉપરોક્ત વિવેચનમાં આવી જાય છે– માળા ગણતાં મન ભટકવા જાય છે પણ નોટોનાં બંડલ ગણતાં મન કયાંય બીજે ભટકવા જાય છે? હું નથી માનતે નોટોનાં બંડલ ગણતાં મન કયાંય બીજે ભટકવા જતું હોય ? ત્યારે માળા ફેરવતા જ મન કેમ બીજે ભટકવા જાય છે. તેનું કારણ એજ કે માળા નિસાર માની છે અને નોટોના બંડલમાં સાર માન્યો છે. માળા ફેરવતા તે ઘણાંને ઝેલા પણ આવી જાય છે અને કેટલીકવાર તે માળા હાથમાંથી નીચે પણ પડી જાય છે. જેમાં જીવને રસ હોય તેમાં મન ચાટે છેઅર્થાજનની