________________
અસિધારાવત
૭૫,
પણામાં જિતાવવા સહેલાં છે પણ અનુકૂળ પરિષહ જિતાવવા. સહેલાં નથી. માટે કેશાને ત્યાં ચાતુર્માસ ગાળવા અંગેનો આગ્રહ તું મૂકી દે, છતાં સિંહગુફાવાસી સ્થૂલિભદ્રજીની હરીફાઈમાં ગુરુ આજ્ઞાની ઉપરવટ થઈને કેશાને ત્યાં ચાતુર્માસ ગાળવા જાય છે.. કેશા તેમનેચિત્રશાળામાં જઉતારો આપે છે. તેમની સાથેનાંદેડીક વારનાં વાર્તાલાપમાં કેશા સમજી ગઈ કે આ તો સ્થૂલિભદ્રજીની . હરીફાઈમાં અહીં આવેલાં છે. કેશા મનમાં નિર્ધાર કરે છે કે હું એમને ઈર્ષ્યાનું બરાબર ફળ બતાવી આપું. રાત્રિના સમયે કેશા સોળ શણગાર સજીને તે મુનિ સમક્ષ આવીને ઊભી રહી. અંગોપાંગને અનેક પ્રકારે મરેડ આપતી કેશા મુનિ : સમક્ષ અનેક પ્રકારે હાવભાવાદિની ચેષ્ટાઓ કરે છે. એ તે આપણે પહેલા જ કહી ગયા કે કેશા રૂપરૂપના અંબારસમી હતી. જ્યાં સોળ શણગાર સજીને કેશા મુનિ સમક્ષ આવીને ઊભી રહે છે ત્યાં મુનિનું મન એક ક્ષણવારમાં ચલિત થઈ જાય છે. સિંહની ગુફા આગળ ચાર ચાર મહિના નિકિ. પણે પસાર કરનારા કેશાને ત્યાં એક અહોરાત્ર નિર્વિકારપણે પસાર કરી શકયા નહિ. પિતાનાં તપનાં પ્રભાવથી સિંહ જેવા મહાભયંકર પ્રાણીને થંભાવી દેનારાં મુનિને કામદેવે એક ક્ષણ વારમાં થંભાવી દીધાં! ઘડીભરને માટે આખી દુનિયાને થંભાવી : દેનારા અંદરની કામવાસના આગળ એક ક્ષણવારમાં થંભી જાય છે. માટે કહેવું હોય તે એમ જરૂર કહી શકાય કે આ પડતાં કાળમાં જેણે કામને જ તે કલીકાલને રામ છે એમ સમજવું, કામ એ શેતાન છે. તેને ઉચાળા ભરાવવા હોય, તે હૃદયમાં ભગવાનને બિરાજમાન કરે.