________________
મનોવિજ્ઞાન કર્યા છે. કેશાની વાત વિષય વાસનાને પિષવા માટેની હતી, - છતાં મહામુનિએ તેની કઈ વાત હદયમાં ધરી નથી. સઝાયના રચયિતા મહર્ષિ આગળ વધીને ફરમાવે છે કે,
“કેશા સજતી સેળ શણગાર કાજળ કુમકુમને ગળે હાર. અણવટ અંગૂઠે વીંછીયા સાર રે
સ્થૂલિભદ્રમુનિ ઘેર આવે.
દ્વાદશ ધપમપ માદલ વાજે ભેરી ભુંગળને વીણા ગાજે, રૂપે તે અપ્સરા બિરાજે રે,
સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે...
એવા બહુવિધ નાટક કરીયા. સ્થૂલિભદ્ર હૃદય નવ ધરીયા, સાધુ સમતા રસનાં દરિયા રે.
સ્થિલિભદ્ર મુનિ ઘેર આવે...
કેશા સોળ શણગાર સજીને વિધ વિધ પ્રકારના નાટક કરે છે. વીણા વગેરે વાજીત્રના સુમધુર નાદથી આખું વાતા-વરણ જાણે રસ તરબોળ બનાવી મૂકે છે. અંગમરોડ અને કટાક્ષની વિદ્યામાં તો કેશા પારગામી હતી. સ્ત્રીઓની બધી કળામાં કેશા ઉત્તીર્ણ હતી. તેમાં નૃત્ય કળામાં તે કેશાસિદ્ધહસ્ત જેવી --હતી. સરસવના ઢગ ઉપર સેય રાખીને અને તેની ઉપર પુષ્પ ગોઠવીને તે પુષ્પ ઉપર આખાએ શરીરની સમતુલા જાળવીને કેશામાં આબેહૂબ નૃત્ય કરી બતાવવાની કળા હતી.