________________
-અસિધારા વ્રત
ખાંડાની ધાર આ રીતે દરેક કળામાં જેની ચતુરાઈ છે એવી કેશા સ્યુલિભદ્રજી સમક્ષ વિધવિધ પ્રકારના નાટારંભ અને નૃત્ય કરે છે. છતાં મહામુનિ પોતાના ધ્યાનથી લેશ ચલિત થતા નથી. કેશા એટલે રૂપ રૂપનો અંબાર વિજળીના ઝબકારા સમી જેની કાયા છે છતાં સ્થૂલિભદ્રજી તેની તરફ આંખ ઉંચી કરતા નથી. પૂર્વે જેની સાથે દરેક પ્રકારના સુખે ભેગવેલા છે. જેની સાથે બાર વર્ષ પર્યત વિષયરસ પષે છે, ફરી તે જ વિષય રસમાં જોડાવા કેષા કોડે ગમે ઉપાય કરી રહી છે. છતાં
સ્થૂલિભદ્રજી તેની તે જ કશા તરફ આજે ઉંચી નજરે જોતા પણ નથી. કેવી સંયમની ધાર છે! બસ આને જ ખાંડાની ધાર કહેવામાં આવે છે. આજે સ્થૂલિભદ્રજીખાંડાની ધાર ઉપર ચાલી રહ્યા છે. મનથી પણ ક્ષેભ પામતા નથી. આને જ બીજા શબ્દોમાં અસિધારા વત કહેવામાં આવે છે.
કેશાએ વાત વિષયની વખાણી સ્થૂલિભદ્ર હૃદય નવ આણું હું તે પર સંયમ પટરાણું રે,
સ્થૂલિભદ્ર મુની ઘેર આવે.
સંયમના માર્ગમાં મહાપુરુષની ઘણી જ અડગતા હોવા છતાં કેશા તેમની સમક્ષ વિષયની જ વાત માંડે છે, અને એવા સ્વરૂપે માંડે છે કે, સામે કઈ કો પિચ હોય તે તેની આખી જીંદગી રાંડે, કેશા જ્યાં વિષય વાસનાથી વિહલ બનેલી છે. તેથી એ તે વિષયની જ વાત માંડે પણ કેશા જેમાં વિન્ડલ બનેલી છે. તેમાં સ્થૂલિભદ્રજી વિરક્ત બનેલા છે. ક્યાંથી હવે પૂર્વની જેમ બને વચ્ચે પ્રીતિ જામે, એક જેમાં