________________
૬૧..
અસિધારા વ્રત મુનિને ઉતારે આપે છે. ચિત્રશાળા પણ સાક્ષાત્ આરિસા ભવન, જેવી છે. ચિત્રશાળાની અંદર એકલા કામવાસનાને પોષક ચિત્રો આલેખાયેલા છે. રાગદશાને પિષનારી દરેક પ્રકારની સામગ્રી ચિત્રશાળામાં ગોઠવેલી છે. કેશાનું રૂપ અને સૌંદર્ય એ તે અતિ અભુત હતું જ પણ એકવાર તો ચિત્રશાળાને જોઈને મનુષ્ય થંભી જાય તેવું ચિત્રશાળાનું પણ અતિ મહક વાતાવરણ હતું. સ્થલિભદ્ર મહામુનિ આવા સ્થાનમાં રહીને પણ તપ સંયમની સાધનામાં લીન બની ગયા મેહકમાં મેહક - વાતાવરણમાં રહીને પણ મહામુનિ જ્ઞાનને ધ્યાનની જાણે આહેલક . જગાવી દે છે. સ્વરમણતામાં એવા સાવધાન છે કે મેરૂડગે પણ એ મહામુનિ ન ડગે. કેશા પૂર્વની પ્રીત સંભારીને મહામુનિને ચલાયમાન કરવા માટેનાં અનેક પ્રયાસો કરે છે. ગોચરી પાણીમાં રોજીંદા બત્રીસ શાક અને તેત્રીસ પકવાન વહોરાવે છે. અનેરા ઉલ્લાસથી અને અંતરના પ્રેમથી વહેરાવે છે. છતાં મહામુનિનાં અંતરમાં લેશ વિષય વાસનાની વૃત્તિ જાગતી નથી. કોઈ એક મહષિ સજઝાયમાં ફરમાવે છે કે,
પકવાન તિહાં બહું ભાત ઉપર ચેસઠ શાકની જાત તે યે ન સુણી વિષયની વાત રે, સ્થૂલિભદ્ર મુનિ ઘેર આવે”
કેશાને ત્યાં રહીને સ્યુલિભદ્રજી સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ ભજન. આરોગતા હોવા છતાં એમણે મનમાં લેશ વિષય વાસનાને સ્થાન આપ્યું નથી. મેહક સ્થાનમાં રહીને સિંહ કેશરીયા મોદક પચાવવા એ સહેલી વાત નથી. એ તે સ્થૂલિભદ્રજી જ પચાવી શકે. જે સ્થાનમાં બીજાને એક રાત પસાર કરવી ભારે થઈ પડે તેવા સ્થાનમાં સ્યુલિભદ્રજીએ એક વીસ અહોરાત્ર પસાર :