________________
અસિધારા વ્રત
૫૯
દૃષ્ટાંત શ્રીસ્થલિભદ્રજીનું શુભનામ સમગ્રજેન આલમમાં પ્રખ્યાત છે. માંગલિક સંભળાવવાના શ્લોકમાં પણ તેમનું શુભ નામ જોડાયેલું છે. માંગલિક કલેકમાં ભગવાન મહાવીર અને ગૌતમ ગણધર પછી તરત જ સ્યુલિભદ્ર મહામુનિને નંબર લાગે છે..
“મંગલં ભગવાન વીરે-મંગલ ગૌતમ પ્રભુ
મંગલં સ્થૂલભદ્રાઘા–જૈન ધર્મોસ્તુ મંગલં” ભગવાન મહાવીર મહા મંગલકારી છે. ગૌતમ ગણધર મહા. મંગલકારી છે. સ્થૂલિભદ્રાદિ મુનિપુંગવ મંગલકારી છે જૈન ધર્મ પણ મહા મંગલકારી છે. આ રીતનાં મહા મંગલકારી શ્લોકમાં જે મહાપુરુષનું શુભનામ જોડાયેલું હોય તે મહાપુરુષથી કેણ અપરિચિત હોય? પિતાનું પહેલાં મંગલ કરે તે જ જગત આખાનું મંગલ કરી શકે. ભગવાન મહાવીર શાથી મહામંગલકારી છે? આ સવાલ કોઈના મગજમાં ઉઠે. તો સમજવાનું કે તપ સંયમમાં ઉગ્રપણે પરાક્રમ કરીને ભગવાને સ્વઆત્માનું મંગલ કર્યું છે. માટે જગત આખા માટે મહા. મંગલકારી છે. ગૌતમ ગણધરમાં અનેકાનેક ગુણ હતાં. પણ તેમાં વિનય ગુણની પ્રધાનતા હતી. વિનય ગુણથી જ બીજા. બધા ગુણે આત્મામાં પ્રગટે છે. તેવા મહાન ગુણ અંગે ગૌતમ ગણધર પણ મહા મંગલકારી છે. સ્વનું મંગલ કરનારા જ વિશ્વનું મંગલ કરે છે. સ્વમાં નિષ્ફળ બનેલા પરમાં ક્યાંથી સફળ થવાના છે? ગૌતમ ગણધર એવા મહાન લબ્ધિ સંપન્ન. પુરુષ હતાં કે જેમનું નામ લેવા માત્રથી કંઈકનાં શેક સંતાપ ટળે છે. તો પછી એ મહાપુરુષની સાંગોપાંગ આરા. ધના કરવામાં આવે તે શું બાકી રહે?