________________
અસિધારા વ્રત
પ૭
મન ઉપર વાસનાનું જોર છે તેનું કારણ ઉપાસનામાં ખામી છે–અરિહંત એ શબ્દમાં જ એટલે બધો પાવર છે કે અરિહંતનું સ્મરણ કરનાર સ્મર ઉપર (કામ ઉપર) ઘણી સહે– લાઈથી વિજય મેળવી શકે છે–અરિહંતની ઉપાસનામાં : અજબ તાકાત છે અરિહંતની ઉપાસનાથી પરંપરાએ ઉપાસક અરિહંત બની જાય છે.
ઉપાસનાની તાકાત શ્રી આનંદઘનજી મહારાજ ફરમાવે છે કે, “જિન સ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે”
જિન સ્વરૂપ થઈને એટલે કે જિનેશ્વરના સ્વરૂપમાં તન્મય થઈને જે કંઈ જિનેશ્વરને આરાધે છે તે આરાધના આરાધક પણ જિનેશ્વર બને છે. જેમ ભમરી ઈલિકાને ચટકા મારે છે. તે ચટકાના રટણમાંને રટણમાં ઈયળ ઈયળ મટીને ભમરીબની જાય છે. માટીના પડમાં ઈયળ ઉત્પન્ન થાય છે તેને ભમરી ચટકે મારે એટલે ઈયળ ભમરી રૂપ થઈ જાય છે તેમ - અરિહંતની ઉપાસના કરનાર અરિહંત સ્વરૂપ બની જાય છે.
આ ઉપાસનાની જેવી તેવી તાકાત છે? આ સ્વરૂપે અંતરની ‘ઉપાસના હોય ત્યાં વાસના ઊભી કયાં રહે? ગાડિક મંત્રના પ્રભાવથી જેમ સર્પનું ઝેર ઉતરી જાય છે તેમ પરમાત્માની ઉપાસનાથી વાસનાનું ઝેર ઉતરી જાય છે અને આત્માનિર્વિકારી • બને છે. ચંદનના વૃક્ષોને સર્પો વીંટળાએલા હોય છે. પણ મયૂરને કેકારવ સાંભળે ત્યાં સર્પો ત્યાંથી દૂર પલાયન કરી જાય છે. તેમ આત્મારૂપી ચંદનવૃક્ષને વાસનારૂપી સર્પો વીંટળાએલા છે. પણ અરિહંતની ઉપાસનારૂપી મયૂરનું કેકારવ સાંભળીને તે વાસનારુપી સર્ષે પણ દૂર ભાગી જાય છે.