________________
૫૦.
મનોવિજ્ઞાન
ભેગાવલીને ઉદય કાળ આ પ્રમાણેનાં વેશ્યાનાં કેમળ વચન સાંભળતાં મુનિનું મન અંતરથી ક્ષેભને પામી ગયું અને પિતાના ભગાવલી કમનાં ઉદયને જાણીને તેની સાથે ગૃહવાસ માંડીને રહે છે. તેમાં અહર્નિશ દશને પ્રતિબંધ પમાડ્યા વિના મુખમાં અન્ન તો ઠીક પણ જળ પણ લેતા નથી–નંદિષેણ દેશના લબ્ધિથી સંપન હતાં તેમની ઉપદેશ શક્તિ એવી હતી કે વાણી સાંભળીને હળુકમી જીવ ધર્મ પામી જાય. વેશ્યાને ત્યાં આવનારા કેવા હોય? છતાં નંદિષણની વચન લબ્ધિથી આવનારા ધર્મ પામી જતાં. આ રીતે દરરોજ દશ દશને પ્રતિબંધ પમાડીને વીર ભગવાનનાં વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરાવે છે. આજે ધર્મ રથાનકમાં રહીને અમે તમને પ્રતિબંધ પમાડી શકતા નથી,
જ્યારે આ મુનિ વેશ્યાવાડે અને કેને પ્રતિબંધ પમાડે છે. તમે ધર્મ સ્થાનમાં આવનારાઓ ઝટ અમારાથી પ્રતિબંધને પામતા નથી અને આ વેશ્યાને ત્યાં આવનારા પ્રતિબોધ પામી દીક્ષાને અંગીકાર કરે છે તે બાર વર્ષમાં કેટલાને અપાવી હશે? કંઈક મનમાં વિચારે તો ખરા? તમે મારી સામે બેઠેલા કમ–બુદ્ધિશાળી નથી. તમારે તો અમારી સામે બેસીને ડેકાજ ધુણાવવાનાં છે. જ્યારે આ તે કેસરિયા કરી નાખે છે. બાર વર્ષ પર્યત વેશ્યાને ત્યાં રહીને નંદિષેણે આ રીતે અનેકેને પ્રતિબંધ પમાડેલ છે અને દેશને દરરોજ પ્રતિબંધ પમાડવાના પિતાના નિયમનું સાંગોપાંગ રીતે તેમણે પાલન કર્યું છે. આમાંથી સાર એ નીકળે છે કે નંદિષણ ચારિત્રથી પડ્યા હતા પણ દર્શનથી નહેતાં પડ્યાં.