________________
* ૪૪
મને વિજ્ઞાન
દટાત નંદિષેણ મહર્ષિના દ્રષ્ટાંતથી આ આખી ઘટના ખૂબ સારી રીતે સમજી શકાશે. અઘરામાં અઘરા વિષયને પણ દ્રષ્ટાંતથી ઘણું સહેલાઈથી સમજી શકાય છે.
નંદિષેણ પૂર્વાવસ્થામાં રાજગૃહી નગરમાં શ્રેણિક મહા- રાજાના પુત્ર હતા. પાંચસો મહારાણીઓ સાથે તેમને પરણાવવામાં આવ્યા હતા. પ્રબળ પુણ્યનો ઉદયકાળ વર્તતો હતો. પૌગલિક સુખ ભોગવવા અંગેના બધા અંગો તેમને સાનુકૂળ હતા. એલી ઝંખના કરે સંસારિક બધી સાનુકુળતાઓ મળતી નથી. સાનુકુળતાઓ મળી આવવી તેમાં પુર્યોદય પ્રબળ કારણરૂપ છે. નંદિષેણ તીવ્ર પુણ્યદયવાળા હતા.
એકવાર રાજગૃહી નગરીની બહાર ઉદ્યાનમાં વીર ભગવાનને સમવસરેલાં જાણીને નંદિષણકુમાર વંદન કરવા બહાર ઉદ્યા. નમાં જાય છે. ભગવાનની દિવ્ય વાણી સાંભળતા નંદિષેણ પ્રતિબેધને પામે છે અને પિતાના મનની અમુક શંકાઓનું સમાધાન થઈ જતાં તરત જ ભગવાનની સમીપે દીક્ષા અંગીકાર કરવાની પિતાની ભાવના વ્યક્ત કરે છે. હજી તો ભગવાનને સમાગમ થયે ત્યાં તે એક ક્ષણવારમાં આખા સંસાર ઉપરનો મેહ ઉતરી ગયો. ભગવાનની વ ણીએ નંદિષેણના આત્મા ઉપર કઈ એ. તો જાદુ કર્યો કે પાંચસો અપ્સરા જેવી સ્ત્રીઓ ઉપરની પણ મમતા એક પળવારમાં ઉતરી ગઈ અને દીક્ષા લેવાને તૈયાર - થઈ ગયા.
તમે આટઆટલા વ્યાખ્યાનો સાંભળે છે, પણ તમારાથી એકાદ ઉપરની એ મમતા મૂકાતી નથી. કદાચ એક ધડાકે વસ્તુ ન મૂકી શકાય પણ તેના ઉપરની મમતા છેડી શકાય છે. મમતા છુટે અને સમત્વ આવે એટલે છેલે સમાધિ સુલભ બની જાય.