________________
૪૧
તેજ અને તિમિર - સાધકદશામાં વચમાં ક્યારેક અશુભ ભાવે આવી જાય તો તેને જાગૃતિપૂર્વક હટાવી દેવા જોઈએ. મૃત્યુ પામેલાં કૅઈ “પણ પ્રાણીને જેમ ઘરમાં રાખતા નથી તેમ અશુભ - ભાવોને પણ મનમાં નહિ રાખવા જોઈએ–શુભની સંતતિ (પરંપરા) જળવાઈ રહેવી જોઈએ.
વિમાનમાં કે મેટરમાં બેસીને મુસાફરીએ નીકળેલ મનુષ્ય પણ પોતાના જ્ઞાન સ્વભાવમાં અંદરની સંપૂર્ણ જાગૃતિ હોય તો પરિણમન કરી શકે છે. કારણ કે જ્ઞાન અને આત્મા બન્ને જુદા નથી. અભિન્ન છે. જ્ઞાન એ જ જીવનો સ્વભાવ છે. - રાગમાં જીવ પરિણમે એ જીવનો સ્વભાવ નથી વિભાવ છે. પણ
જીવ મોટેભાગે વિભાવમાં જ પરિણમતો હોવાથી જાણે વિભાવને “ જ પોતાને સ્વભાવ માની લીધું છે. સદ્ગુરુનાં સમાગમે
જીવને પોતાનો સ્વભાવ સમજાય છે જ્ઞાન સ્વભાવમાં પરિણમનની આ પરંપરા એજ જ્ઞાનની સર્વારાધકતા છે. સુવર્ણમાંથી જેટલી વસ્તુઓ બને તે બધી સુવર્ણમય જ હેય પછી ભલે કુંડળ બને કંકણ બને, કે કડાં બને તેમ જ્ઞાનીનાં અંદરના ભાવ પણ જ્ઞાનમય જ હોય. ભલે અંદરના ભાવ બદલાયા કરે પણ જ્ઞાની બનતા સુધી શુભમાંથી અશુભમાં ન જાય. પોતાના અપરાધીનું પણ એ મનથી ખરાબ ન ચિંતવે.
લેહમાંથી જેટલી વસ્તુઓ બને તે બધી જેમ લેહમય હોય તેમ અજ્ઞાનીનાં અંદરના ભાવે અજ્ઞાનમય હેય. જરા પિતાની ઉપર દુઃખ પડે કે દોષ બીજાને આપે. નિમિત્ત ઉપર જ ઓઢાડે, અરે! ફલાણાએ મારૂં નિકંદન કાઢી નાંખ્યું; ફલાણે તે મારી પાછળ જ પડ્યો છે. એનાથી તો હું હેરાન હેરાન થઈ ગયો. આ સ્વરૂપે પરિણમન ચાલ્યા કરે તેમાં શુભભાવો કયાંથી પ્રગટે? એ તો પ્રગટે આખી અંદરની દષ્ટિ પટાય ત્યારે.