________________
૩૦
મનોવિજ્ઞાન વિલ્લાસવાળે બની જાય તો કામ કાઢી જાય અને પુણ્યની મીઠાશમાં જ રાચ્યા કરે તો જીવને ઘણું મેટું નુકશાન થઈ જાય. પુણ્યાનુબંધી પુણ્યના ઉદય વિના રત્નત્રયની આરાધનામાં વિલાસ પ્રગટતો નથી. માટે માર્ગમાં પુણ્યાનુબંધી પુણ્યની જ ઉપાદેયતા છે.
ભલભભા દુનિયામાં પુદયને જીરવી શકતા નથી અને ઉન્મત્ત બની જાય છે. તેવા પુદયવાળા હેવા છતાં જ્ઞાનીની દૃષ્ટિમાં દયાને પાત્ર છે. આવું સાંભળ્યા પછી હવેથી કેઈનાં પણ હાટ-હવેલી કે બંગલા જોઈને મોઢામાં પાણી નહિલાવતા તેવા પણ ધર્મથી વિમુખ બનેલાં હોય તે મનમાં કરૂણા લાવજો અને પાણી જ લાવવું હોય તો મોમાં નહિ પણ આંખમાં લાવજે કે આ બિચારાં અત્યારે તે સુખનાં શિખર ઉપર છે, પણ સન્માર્ગથી એટલા બધા દૂર નીકળી ગયેલા છે કે ભવિષ્યમાં ઊભા રહેવા તળેટીમાં યે જગ્યા નહિ મળે અને કયાંના કયાં દુ:ખની ઊંડી ખીણમાં ફેકાઈ જશે ફરી અનંત કાળે સુખ રૂપી શિખરનાં દર્શન નહિ પામે.
- જ્ઞાની શું વિચારે ! રાજા મહારાજાઓનાં અને શ્રીમતેના વૈભવને જોઈને અજ્ઞાનીને મેમાં પાણી આવે, જ્યારે જ્ઞાનીને મેંમાં પાણી આવે જ નહિ-જ્ઞાની તે વિચારે કે આ બિચારા વૈભવ અને વિલાસમાં એવા ખૂંચી ગયેલા છે કે ભવિષ્યમાં શું થશે એમ વિચારતાં જ્ઞાનીનાં અંતરમાં કરૂણાનાં સાગર ઉભરાય છે. જ્યારે આ તે જગતના મોટા ભાગનાં જીવની સ્થિતિ પિલા બિલાડા જેવી છે. એકલું દુધ જુએ પણ પાછળની ડાંગ ન જુએ. જગતનાં છે તેવી રીતે કામભેગાદિમાં સુખને જેનારાં છે. પણ તેની પાછળનાં દારૂણ વિપાકને જેનારા નથી જે વિપાકને જોતાં થઈ જાય તે પિતાને આત્મા આજે કાબૂમાં આવી જાય.