________________
તેજ અને તિમિર
૩૫ સાત વર્ષ સુધી શરીરમાં રોગ રહ્યા. સનતકુમાર મુનિએ સ્વાધીનપણે ઘણું સહન કર્યું. બસ આ રીતની સ્વાધીનતા જ જીવને અતિ દુર્લભ છે. આ એક લેકમાં કેટલાય શાનું દોહન આવી જાય છે. માનવી આ એક શ્લેક પર ઉંડાણથી ચિંતવના કરે તો જીવનમાં તેજના પુંજ રેલાઈ જાય અને તિમિર વિખરાઈ જાય.
સંક્ષેપમાં સાર વ્યાસ મહર્ષિએ અઢાર પુરાણ લખ્યાં, જેમાં લાખાને કરેડ પ્રમાણુ ક્ષેક રચાયેલાં છે, શિષ્ય કહે છે. પ્રભુ આ ત. આપે લાંબુ લાંબુ લપસીંદર કર્યું. આટલા બ્લેકે વાંચવામાં જ જીદગી લગભગ પૂરી થઈ જાય, પછી આચરવું કયારે ? માટે કૃપા કરીને દશ વીસ કલાકમાં જ અઢારે પુરાણનો સાર અમને સમજાવી દે –વ્યાસજી કહે છે કે આટલાં દશ વીશ લેકમાં શા માટે સમજાવવું પડે ? તમારે અઢાર પુરાણને સાર જીવનમાં આચર જ હોય તો માત્ર અર્ધા શ્લોકમાં સમજાવી દઉં! શિષ્ય કહે છે, તે તો પ્રભુ આપની અસીમ કૃપા ! હવે અઢાર પુરાણને સાર માત્ર અરધા કલેકમાં સમજાવતા વ્યાસજી કહે છે.
अष्टादशपुराणेषु व्यासस्य वचन द्वयम् ।
परोपकारः पुन्याय पापाय परपीडनम् ॥ અઢાર પુરાણનાં સારરૂપે વ્યાસજીનાં બે વચને છે. પરોપકાર જેવું દુનિયામાં કઈ મહાન પુણ્ય નથી અને પરપીડન જેવું કંઈ પાપ નથી. અનાદિથી જીવ પરપીડનમાં પડે છે. તેમાં દારૂણ દુઃખ ભગવતે આવ્યો છે. પિતાને સુખી થવું છે, ‘પણ બીજાને પીડા આપવી છે. કયાંથી સુખ મળવાનું છે?