Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
પ્રસ્તાવના
૨૯
પાંચમી ઢાળમાં :
વસ્તુનું પરિપૂર્ણ સ્વરૂપ જણાવનારી જે જ્ઞાનદૃષ્ટિ તે પ્રમાણ કહેવાય છે. આ પ્રમાણ તો દ્રવ્ય-ગુણ અને પર્યાયના ભેદ-અભેદાત્મક પરિપૂર્ણ સ્વરૂપને સમજાવે જ છે. પરંતુ પ્રમાણના એક અંશભૂત એવી નયદૃષ્ટિ પણ વસ્તુના ભેદ-અભેદાત્મક પરિપૂર્ણ સ્વરૂપને સમજાવે જ છે. તફાવત માત્ર એટલો જ છે કે નયદ્રષ્ટિમાં એક સ્વરૂપ મુખ્યવૃત્તિથી (પ્રધાનતાએ) જણાય છે. અને બીજું સ્વરૂપ ગૌરવૃત્તિથી (ઉપચારથી-લક્ષણોથી) જણાય છે. તેથી જ આ નયદૃષ્ટિ, એ પ્રમાણ દૃષ્ટિનો એક અંશ કહેવાય છે. દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાએ અભેદ મુખ્યવૃત્તિથી અને ભેદ ગૌરવૃત્તિથી જણાય છે. તેવી જ રીતે પર્યાયાર્થિકનયની પ્રધાનતાએ ભેદ મુખ્યવૃત્તિથી અને અભેદ ગૌરવૃત્તિથી જણાય છે.
કોઈપણ નયજ્ઞાનમાં બીજા નયનો વિષય ગૌણપણે અવશ્ય જણાય જ છે. તો જ તે સુનય કહેવાય છે. જો બીજા નયનો વિષય વિવક્ષિત નયના વિષયમાં સર્વથા (ગૌણપણે પણ) ન જણાય તો તે નય દુર્નય બને છે. નયાભાસ કહેવાય છે. તેને જ મિથ્યાષ્ટિ કહેવાય છે. આ બાબતનો વિશેષાવશ્યકભાષ્યનો અને સમ્મતિતર્કનો સાક્ષી પાઠ આ ઢાળમાં આપેલ છે. આ રીતે મુખ્યપણે દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક આમ બે નય છે. અને તેના ઉત્તરભેદ રૂપે નૈગમાદિ ૭ નયો છે. આવું શાસ્ત્રોમાં ઠેકાણે ઠેકાણે ઘોષિત કરેલું છે.
નયોની બાબતમાં આવો ધોરીમાર્ગ હોવા છતાં પણ આવા ધોરીમાર્ગને (રાજમાર્ગને) છોડીને શ્રી દિગંબરાસ્નાયમાં દેવસેનાચાર્યકૃત નયચક્રમાં ૨+૭=કુલ ૯ નવ નય, ત્રણ ઉપનય, અધ્યાત્મદષ્ટિએ નિશ્ચય-વ્યવહાર ઇત્યાદિ નયોની જે કલ્પના કરવામાં આવી છે તે શાસ્ત્ર અને યુક્તિથી વિરુદ્ધ છે માટે બરાબર નથી. તેથી આ વિષય તેઓએ તેમના શાસ્ત્રમાં જેમ લખ્યો છે. તેમ અમે અહીં પ્રથમ લખીએ છીએ. પછી તેની ચર્ચા કરીશું તેમાં યોગ્યયોગ્યનો વિચાર જણાવીશું) તેમના કહેવા પ્રમાણે નયચક્રમાં પ્રથમ દ્રવ્યાર્થિકનયના ૧૦ ભેદ આ પ્રમાણે છે. (૧) અકર્મોપાધિ શુદ્ધ દ્રવ્યા.
(૬) ભેદકલ્પના સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા. (૨) ઉત્પાદવ્યયગૌણ સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યા.
(૭) અન્વય દ્રવ્યા. (૩) ભેદ કલ્પના રહિત શુદ્ધ દ્રવ્યા.
(૮) સ્વદ્રવ્યાદિગ્રાહક દ્રવ્યા. (૪) કર્મોપાધિ સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા.
(૯) પર દ્રવ્યાદિગ્રાહક દ્રવ્યા. (૫) ઉત્પાદ વ્યય સાપેક્ષ અશુદ્ધ દ્રવ્યા.
(૧૦) પરમ ભાવગ્રાહક દ્રવ્યા. આ દશે ભેદોના અર્થો, ઉદાહરણ સાથે આ ઢાળમાં સમજાવ્યા છે.