Book Title: Dravya Gun Paryaya no Ras Part 2
Author(s): Yashovijay Upadhyay, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ પ્રસ્તાવના
૨૭ થતા પર્યાયોમાં રહેલી જે સામાન્ય દ્રવ્યશક્તિ તે ઊર્ધ્વતા સામાન્ય અને એકકાળે ભિન્નભિન્ન ક્ષેત્રવર્તી ભિન્ન ભિન્ન દ્રવ્યના પ્રગટ થયેલા પર્યાયમાં રહેલી જે સમાનતા તે તિર્યસામાન્ય શક્તિ છે.
ઊર્ધ્વતા સામાન્યના ૧ ઓઘશક્તિ અને ર સમુચ્ચિતશક્તિ આમ બે ભેદ છે. દૂર દૂર કારણમાં રહેલી જે કાર્યશક્તિ તે ઓઘશક્તિ અને નિકટ-નિકટતમ કારણમાં રહેલી કાર્યશક્તિ તે સમુચ્ચિત શક્તિ છે. જેમ તૃણમાં અને દૂધમાં ઘીની શક્તિ તથા અચરમાવર્ત અને ચરમાવર્તમાં ધર્મશક્તિ. આ પ્રમાણે પર્યાયો પામવાની શક્તિ દ્રવ્યોમાં સ્વયં અને સહજ છે જ. દિગંબરાસ્નાયમાં ગુણમાં પણ પર્યાય પામવાની શક્તિ માનવામાં આવી છે. પરંતુ ગુણ એ પર્યાયથી ભિન્ન કોઈ વસ્તુ જ નથી કે જેથી દ્રવ્યની જેમ તેમાં શક્તિ હોય. વાસ્તવિક સ્થિતિ એ છે કે દ્રવ્યની અંદર જ ગુણોને આશ્રયી પરિવર્તન (પર્યાય) થાય છે. દ્રવ્યાર્થિક-પર્યાયાર્થિક આમ બે જ નય હોવાથી ગુણ ત્રીજો પદાર્થ જ નથી. તો ત્યાં શક્તિ કેમ મનાય ! દ્રવ્યથી ગુણ-પર્યાયોનો નીચેની પાંચ યુક્તિઓથી કથંચિત્ ભેદ સમજાવેલ છે.
(૧) દ્રવ્ય એક છે. ગુણ-પર્યાયો અનેક છે. આમ સંખ્યાભેદ છે. (૨) દ્રવ્ય આધાર છે. ગુણ-પર્યાયો આધય છે. આમ આધારાધેયપણે ભેદ છે. (૩) દ્રવ્ય (નૈયાયિકાદિ દર્શનની દૃષ્ટિએ) દ્વીન્દ્રિય ગોચર છે. જ્યારે ગુણ-પર્યાયો
એકેન્દ્રિયગોચર છે. આમ ઈન્દ્રિયગોચરતાથી ભેદ છે. (૪) દ્રવ્ય-ગુણ-પર્યાય આમ નામથી ભેદ છે. આ સંજ્ઞાથી ભેદ જાણવો. (૫) આ ત્રણેનાં લક્ષણો જુદાં જુદાં છે. આ લક્ષણથી ભેદ જાણવો. આ રીતે બીજી ઢાળમાં દ્રવ્ય-ગુણ-પર્યાયનો ભેદ સમજાવ્યો છે.
ત્રીજી ઢાળમાં - દ્રવ્યથી ગુણ-પર્યાયોનો કથંચિત્ અભેદ સમજાવવામાં આવ્યો છે તેમાં નીચેની યુક્તિઓ દર્શાવવામાં આવી છે.
(૧) અભેદ ન માનીએ તો ગુણ-ગુણીભાવનો ઉચ્છેદ થાય. (૨) સમવાયસંબંધ માનીએ તો “અનવસ્થા દોષ” આવે. (૩) “જે સુવર્ણ હતું તેજ કુંડલ બન્યું છે જે શ્યામ ઘટ હતો તે જ રક્ત બન્યો છે. આ
વ્યવહાર જો અભેદ ન માનીએ તો ન ઘટે. (૪) અવયવ-અવયવીનો (સ્કંધ અને દેશનો) જો અભેદ ન માનીએ તો બમણી ગુરુતા
થવાનો દોષ આવે.