________________
સજજ એમનું સામ્રાજ્ય હતું. ગુણવાન, શીલવાન, મહાપરાક્રમી મહસેન રાજા ન્યાયી અને પ્રજા વત્સલ, દયાવાન હતો. પોતાના રાજ્યનું યથાર્થ વિધિએ પાલન કરતો હતો. વળી આ રાજ્યમાં ચોર-ધાડપાડુ કે ચાડી ખાનાર ચાડીયા વગેરે માટે તો આ રાજા શત્રુ સમા, અને અંધકારને હણનાર સૂર્ય જેવા હતા. ન્યાયથી રાજ્યનું પાલન કરતા હતા. વળી શીયળવંતી સતીઓમાં શ્રેષ્ઠ રત્નવતી નામે પટ્ટરાણી હતી. તે રૂપમાં કામદેવની સ્ત્રી રતિને પણ હરાવતી હતી. સરળ સ્વભાવવાળી રત્નાવતી પોતાના સ્વામીને પ્રેમરસે સભર કરતી હતી. વળી રત્નાવતી સરખી આ રાજાને બીજી પણ સાત રાણીઓ હતી.
રાજકુમારનો જન્મ એકદા મધ્યરાત્રિએ રત્નપતીને સુંદર સ્વપ્ન લાધ્યું. સ્વપ્નમાં પૂર્ણિમાનો ચાંદ જોયો. શુભ સ્વપ્ન જોઈ રાણીએ નિદ્રાનો ત્યાગ કર્યો. શય્યાનો ત્યાગ કરતી સ્વપ્નને સંભારતી પોતાને આનંદ આપનાર એવા મૌકિતક અને શૌતિક વડે કરીને જિનેશ્વર ભગવંતોના ગુણો ગાવા લાગી. શેપરાત્રિ પરમાત્માની ભકિતમાં, ધ્યાનમાં, જાપમાં પૂર્ણ કરી. સવારે સ્વામીને સ્વપ્નની વાત કરી. મહસેન રાજા સ્વપ્નની વાત સાંભળી આનંદ પામ્યા. રાણીને સ્વપ્નફળ કહાં કે તું મહાભાગ્યશાળી પુત્રની માતા થઈશ. સ્વામીના વચનને ઝીલતી રત્નાવતી ગર્ભનું વહન કરે છે, જતન કરે છે.
પટ્ટરાણીના સ્વપ્નની વાત પરિવારે જાણી. સૌ આનંદ પામ્યા. હવે રત્નાવતી ગર્ભનું સારી રીતે પાલન કરે છે. ધર્મની આરાધના દિન-પ્રતિદિન વધારે કરે છે. હંમેશા સાધર્મિક ભકિત કરે છે. ગુરુદેવને ભકિતભાવથી આંગણે તેડાવે છે. આહાર આદિ વહોરાવી અનેક પ્રકારે દાન આપતી થકી સુખે ગર્ભવહન કરે છે. ઉત્તમ જીવ હોવાને કારણે રાણીને દોહલા પણ ઉત્તમ પ્રકારના ઉપજે છે. પોતાના સ્વામીના રાજયમાં “અમારિ પડહ” વગડાવે છે. જીવદયાનું પાલન કરે છે અને કરાવે છે. વળી કયારેક કયારેક નગર બહાર વનઉદ્યાનમાં જળક્રીડા કરવા પણ જતી હતી. નવા નવા જે દોહલા ઉત્પન્ન થાય છે. રાજા તે દોહલા આનંદથી પૂર્ણ કરે છે.
જો ઉત્તમ જીવ ગર્ભમાં આવે તો માતાને શુભ દોહલા ઉત્પન્ન થાય છે. જો અધમજીવ ગર્ભમાં આવે તો તે માતાને કોલસા, માટીના ઠીકરાં, ચૂનો ખાવાનું મન થાય છે. વળી ઘરમાં પણ ચોરી કરીને ખાવાનું મન થાય. બીજાની નિંદા કરતી, ઝઘડા કરવામાં આનંદ પામે છે. ઘરમાં કલેશ, કંકાસ કરતી બીજાને ઘરે જઈને રડતી જાય ને ઘરની વાત કરતી જાય. આવા કુલક્ષણવાળા દોહલા આવે તો સમજવું ગર્ભમાં આવેલ જીવ અધમ કોટીનો જ હોય.
પટ્ટરાણી રનવતી ઉત્તમ દોહલા આવતાં ઘણું સુખ પામતી હતી. નવ માસ પૂર્ણ થયે રાણીએ સુખપૂર્વક પુત્રરત્નને જન્મ આપ્યો. પુત્રજન્મની વધાઈ રાજા પામતાં ઘણા આનંદ પામ્યા. રાજપરિવાર નગરજનોને
(શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ)