________________
તમે સૌ પાન કરો. ગુણીજનોના ગુણને યાદ કરીએ.
આ જંબુદ્રીપના મધ્યમાં એક લાખ જોજન ઊંચો, સોનાનો, સદાયે શાશ્વત રહેવાનો, મેરુ નામે પર્વત છે. જાણે જંબુદ્રીપરુપી વહાણના મધ્યમાં કુવાસ્થંભ સરખો ન હોય, મેરુપર્વતની ચૂલિકા ઉપર શાશ્વતા જિન ચૈત્યો છે. જેમાં ચોમુખ શાશ્વત જિનબિંબો મનનું હરણ કરનારા છે. ત્યાં રહેલા પરમાત્મા જાણે જગતના વિવિધ રુપોને ન જોતાં હોય તેવા શોભતાં હતાં. વળી જયોતિષચક્રના વિમાનોમાં રહેલા ઈન્દ્રો જે સમકિતવંત છે. તે પોતાના પરિવાર સહિત આ મેરુપર્વતને પ્રદક્ષિણા દઈને વિરતિની ઝંખનાએ ફરી રહ્યાા છે. કયારેક વિરતિ મળશે.
જંબુદ્વીપમાં સાતક્ષેત્ર અને છ વર્ષધર પર્વત છે. જેમાં ૩ ક્ષેત્રમાં ધર્મ છે. ચાર ક્ષેત્રોમાં તો યુગલિકો અવતરે છે. ત્યાં ધર્મ નથી. ભરત ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર અને મહાવિદેહ ક્ષેત્રમાં રહેલા જીવો ભદ્રિક પરિણામી ધર્મ આરાધી મહાસુખને મેળવે છે. ભરતક્ષેત્રના દક્ષિણ ભાગે સુવિખ્યાત કાશી નામનો દેશ છે. જે દેશમાં વારણ અને અસિ નામની મનોહર બે નદીઓ વહે છે. આ બંને પવિત્ર નદીઓની મધ્યે એક સુંદર નગરી વસી છે. તે નગરીનું નામ આ બંને નદીના નામ પરથી પ્રખ્યાત થયું છે. તે વારાણસી’” થી ઓળખાય છે. તે નગરી ધન-ધાન્યથી ભરપૂર છે. તેમાં ધનાઢયો, વ્યાપારીઓ તથા મોટા શિલ્પીઓ વસે છે. વળી દાનેશ્વરી, વિવેકી, પુણ્યને ભોગવનારા ભોગીઓ, શ્રેષ્ઠજનો પણ વસતા હતા. અઢારે વર્ણના લોકો પણ આ નગરીમાં ઘણા સુખી હતા.
સ્વર્ગની સાથે વાદ કરતા આ નગરીમાં જિનમંદિરો, હવેલીઓ, રાજમહેલ હતા. નગરીની નારીઓ કેવી ? જાણે દેવલોકના દેવોથી રીસાઈને દેવીઓ, આ નગરીમાં અપ્સરા સરખી અવતાર લઈને અવતરી ન હોય ? નગરીની શોભાની શી શી વાત કરવી ? તે નગરીમાં વેપારીઓ વ્યાપાર અર્થે વહાણવટીયાઓ સાથે વાદ કરતા ૧૦૮ થી પણ વધુ રહેલા છે. પોતાના માલનો ક્રવ વિક્રય કરતા દેશ પરદેશમાં મોટો વેપાર કરતા હતા. કરોડોનું દ્રવ્ય ઉપાર્જન કરી લાભ મેળવતા હતા.
વળી મનોહર ચિત્રામણવાળા આવાસોમાં વિનયવંત, સુવિવેકી નગરયોપિતા-વેશ્યાઓ પણ ઘણી વસતી હતી. ગર્ભશ્રીમંતોના આંગણે હાથીઓ ઝૂલતા હતા. ઘોડાથી સજજ રથો પણ ઘણા રહેલા હતા. દેવોના ધામ સરખા જિનમંદિરો પણ ઘણા હતા. પ્રજાના બાળકોને ભણવા માટે મોટા મોટા છાત્રાલયો પણ હતા. તે નગરી વસવાટથી ભરપૂર હતી. જેમાં તિલમાત્ર જગ્યા ખાલી નથી. દેવતુલ્ય ગણાતી નિર્મળ અને પવિત્ર ગંગા નદી આ નગરીની પાસે વહેતી હતી. તે વિશાળ હતી. તેમાં બારે માસ પાણી વહેતા હતા.
જે દેશમાં ઘણા મુનિવરો ધર્મની આરાધના કરી મુકિતપદને પામ્યા છે તે દેશ-નગરી ઘણી મહાન અને પુણ્યશાળી મનાતી હતી.
આ મનોહર નગરીનો મહસેન નામે રાજા હતો. હાથી, ઘોડા, રથ આદિ સાતેય પ્રકારના સૈન્યથી
શ્રી ચંદ્રશેખર રાજાનો રાસ
દ
# '