Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ આર્ષદષ્ટ ઋષિમુનિઓએ સંસારના પરિભ્રમણની વાત કરતા કહ્યું છે કે ‘પુનરપિ મનને પુનરપિ મર પુનરપિ નનની નજરે શયન' અર્થાતુ, અનાદિકાળથી સંસારમાં ભ્રમણ કરતો જીવ ફરી ફરી જન્મ અને ફરી ફરી મરણ પામતો રહે છે. માટે જે ઘાણીના બળદની ગતિ જેવા પરિભ્રમણથી છૂટવું હોય તો પરમાત્માની ભક્તિમાં તલ્લીન બની જાઓ. વિઝ (ત) - ગશ્ચિત (ત્રિ.). (પૂજ્ય 2. રાજમાન્ય 3. એકવારનું ગમન 4. નાટકનો પચ્ચીસમો પ્રકાર 5. યુક્ત, સહિત) સદાચાર એ મનુષ્યોને માટે આભૂષણ સમાન છે. દૈવયોગથી વિપત્તિ આવી હોય તો તેને પણ ખાળવા માટે મુખ્ય શસ્ત્ર સમાન છે. સર્વ સુખોના આગમનના પ્રવેશદ્વાર સમાન છે અને સારી સંતતિની પ્રાપ્તિ થાય છે. સદાચારી વ્યક્તિ સમાજમાં માનનીય બને છે અને લોકોમાં વિશ્વાસપાત્ર બને છે. અંબંથિ - ક્રિતાચિહ્ન (કું.) (ગમનાગમન, જવું-આવવું તે) જેમ શૂકરને વિના ભોજનમાં જ પરમ સુખ દેખાય તેમ મૂઢ થયેલા જીવને પાંચેય ઇન્દ્રિયોના ભૌતિક પદાર્થોમાં જ સુખ દેખાય છે અને ચારેય ગતિમાં તેનું ગમનાગમન ચાલુ જ રહે છે. જિક () - જીતfમત (2) (નાટકનો એક ભેદ, દેવતાઓના 32 પ્રકારના નાટકો પૈકીનું ૨૭મું નાટક) ભગવાન મહાવીરની પર્ષદામાં અભુત નાટક કરતા દેવને જોઈને વિસ્મિત બનેલા શ્રેણિક રાજાને પ્રભુ મહાવીરે તે દેવનો પૂર્વભવ જણાવતા કહ્યું કે, હે શ્રેણિક ! પૂર્વભવમાં તે એક દેડકો હતો અને સમવસરણમાં મારી દેશના સાંભળવાની ઇચ્છાથી આવી રહ્યો હતો. રસ્તામાં કોઈના પગ નીચે ચગદાઈને મૃત્યુ પામ્યો, તે જ દેડકો મરીને શુભ ભાવના યોગે દેવ બન્યો છે અને પોતાના ઉપકારી પરમાત્માની ભક્તિ કરવા અત્રે દેવતાઈનાટક કરી રહ્યો છે. વિચારજો, શુભ ભાવની શું તાકાત હોય છે! સંવેદ્દત્તા - યાત્રા (વ્ય.) (મૂળમાંથી ઉખાડીને, ઉપાડીને) મંછ (તે -થા.). (આકર્ષવું, ખેંચવું) એકેન્દ્રિય જીવોમાં પણ ઓઘ સંજ્ઞાઓ અતિભયંકર હોય છે. નાની-નાની માછલીઓ વગેરેનું ભક્ષણ કરવા અર્થે આકર્ષણ જમાવવા અવનવી યુક્તિઓ અજમાવવામાં દરિયાઈ વનસ્પતિઓ પણ પેતરાઓ કરતી હોય છે. સાવધાન ! મોહરાજા પણ જીવને આકર્ષવા ઇન્દ્રિયોના માધ્યમથી અવનવી યુક્તિઓ અજમાવવામાં ખૂબ માહેર છે. મંછા (રેશી-થા.) (આકર્ષવું, ખેંચાવું). જ્યાં સુધી કોઇ પણ પદાર્થ પ્રત્યે કે વ્યક્તિ પ્રત્યે આકર્ષણ હશે ત્યાં સુધી મોક્ષની વાત તો દૂર, કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવી પણ દુર્લભ છે. ગણધર ગૌતમસ્વામીમા કેવલજ્ઞાન પ્રાપ્તિની બધી જ યોગ્યતા હોવા છતાં પણ પરમાત્મા પ્રત્યેનું તેમનું આકર્ષણ, તેમનો રાગ કેવલજ્ઞાન ઉત્પન્ન થવા દેતા નહોતા. જે દિવસે આકર્ષણ ખતમ તે જ સમયે કૈવલ્યલક્ષ્મીની પ્રાપ્તિ થઇ. કદાચ વૈજ્ઞાનિકે બતાવેલો ગુરુત્વાકર્ષણનો નિયમ અહીં સાચો સાબિત થાય છે. સંસારનું આકર્ષણ જીવને ઉર્ધ્વગતિ પામવા નથી દેતું. મંગળ - મન (.). (કાજળ 2. લોઢાની સળીથી આંખમાં દુ:ખ ઉપજાવવું તે 3. તેલાદિથી શરીરની માલીશ કરવી તે 4. સુરમો, સૌવીરાંજન 5. રસાંજન, રસવતી 6. રત્ન વિશેષ 7. આંખ આંજવી તે 8. રત્નપ્રભા પૃથ્વીના ખરકાંડનો દશમો ભાગ 9. વનસ્પતિ વિશેષ 10. સૂર્ય-ચંદ્રના લશ્યાનુબંધકપુદ્ગલો પૈકીનો પાંચમો પુદ્ગલ 11. મંદર પર્વતની પૂર્વમાં સીતાદા નદીના દક્ષિણભાગે રહેલો વક્ષસ્કાર પર્વત 12. દ્વીપકુમારેન્દ્રના ત્રીજા લોકપાલનું નામ 13. ઉદધિકુમાર પ્રભંજનના ચોથા લોકપાલનું નામ 14. મંદર પર્વતના પૂર્વમાં રહેલો રુચક પર્વતનું નામ 15. રુચક પર્વતનો સાતમો કુટ)