Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ શીખીને પુણ્યોપાર્જન કરી લેવું જોઈએ. જેથી દુર્ગતિ દૂરથી પલાયન થઈ જાય અને સદ્ગતિના દ્વાર હંમેશા માટે ખુલ્લા જ રહે. અવર - મશર () (અર્ધાભાવ 2. અવ્યાપાર 3. અનાસેવન 4. ત્યાગ કરવો તે 5. અકરણ એટલે ન્યાયમતે કરણાભાવ, વેદાન્ત મતે નિવૃત્તિ 6. સંસ્કારહીન હેતુ દોષ 7. અકરણીય-મૈથુન) ઘણા લોકો એવું માનતા હોય છે કે વ્રત-નિયમ લઇએ ને ભંગ થાય તો દોષ લાગે. એના કરતાં વ્રતાદિન લેવા સારા ઇત્યાદિ. પણ નીતિશાસ્ત્રોમાં તો કહ્યું છે કે 'મન્નાન કર, શ્રેયઃ' અર્થાતુ નહીં કરવા કરતા અલ્પ પણ કરવું સારું. કદાચ ભંગ થઈ પણ જાય તો પ્રાયશ્ચિત્તાદિથી શુદ્ધિ શક્ય છે માટે ન્યાય- નીતિ- સદાચાર વગેરે આચરણો પોતાની શક્તિ-સામર્થ્યનુસાર કરવા એ જ હિતકારી છે. અપાય - મરતા (રુ) (આચરણ ન કરવું તે, ન સેવવું તે) જે જીવો ભવાભિનંદી નથી, સંસાર સમુદ્રમાંથી બહાર નીકળવા ઇચ્છે છે, કર્મોના આશ્રવને ઇચ્છતાં નથી અને મોક્ષની તીવ્ર તાલાવેલી જાગી છે તેવા જીવો સતત જિનવાણી રૂપી અમૃતનું આસેવન કરતા જ રહે છે. પરમાત્માએ જેને આચરવા યોગ્ય કહ્યાં છે તેવા કાર્યોમાં પ્રવૃત્તિ અને ન આચરવા યોગ્ય કાર્યોમાં નિવૃત્તિ કરે છે. યાદ રાખો જેના જીવનમાં વિવેક જાગ્રત થઈ ચુક્યો છે તે ન્યાલ થઈ ગયો છે. અ મો - {Vતિન (મ.) (નહીં કરવા આશ્રયીને, ક્રિયાનો નિષેધવાચી અવ્યય) अकरणणियम - अकरणनियम (पुं.) (અકરણીયનો ત્યાગ, અનાચરણીયના ત્યાગનો નિયમ). જીવને કરણ, કરાવણ અને અનુમોદન એમ ત્રણ પ્રકારે પુણ્ય અને પાપનો બંધ થાય છે. પરંતુ જીવે અશુભ કાર્યોમાંથી નિવૃત્તિરૂપ નિયમ નથી લીધો તો ભલે તે અશુભ પ્રવૃત્તિ કરતો કે કરાવતો ન હોય પરંતુ, દુનિયામાં જેટલા પણ અકાર્યો ચાલે છે તેમાં અનુમોદન રૂપ દ્વાર ખુલ્લુ હોવાથી પાપકર્મનો બંધ થાય જ છે. માટે જ પુણ્યના ઇચ્છુક પુરુષે ગુરુભગવંત પાસે જે અશુભ કાર્યો પોતે કરતો કે કરાવતો નથી તેનો બને તેટલો જલદી નિયમ લઇ લેવો જોઇએ. આશયશુદ્ધિ હશે તો નિયમો ઉન્નતિકારક બનશે. અરળિ - અરજ (ત્રી.) (આક્રોશ વચનથી કામ કરવાનો નિષેધ કરવો તે). કડવા વચનો કોઇને ગમતાં નથી, કટાક્ષરૂપે કહેલા દ્રોપદીના વચનોથી મોટું મહાભારત રચાયું અને કેટલાયનું અહિત થયું તે સુવિદિત વાત છે. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છે કે, સાચું વચન પણ કર્ણને અપ્રિય થાય તેવું ન બોલતાં હિત-મિતપધ્યકારી જ બોલવું જોઇએ. જેના જીવનમાં ધર્મ પ્રગટી ગયો છે તેનો વચન વ્યવહાર હંમેશાં કર્ણપ્રિય અને હિતકારી જ હશે આ નિશાની યાદ રાખજો. Tળ - વિરપુર (ત્રિ.) (અકર્તવ્ય, નહીં કરવા યોગ્ય કાર્ય-પ્રવૃત્તિ 2. અસત્ય) જે આ લોકમાં નિંદનીય હોય અને પરલોકમાં પણ કટુફળ આપનાર હોય તેવી કોઇપણ પ્રવૃત્તિ અકરણીય છે. એટલું જ નહીં પણ જે લોકવિરુદ્ધ હોય તેનું પણ આચરણ ન કરાય. આ સામાન્ય ગૃહસ્થનું કર્તવ્ય બને છે. જેઓ જૈનશાસનમાં વર્તે છે તેમનું તો એનાથીય ઊંચું કર્તવ્ય હોય છે. અર્થાત્ તેમનો મન-વચન અને કાયાનો વ્યવહાર લોકોત્તર હોય છે. આથી જ આચારાંગસૂત્રમાં કહેવાયું છે કે, સાધુએ અકરણીય પાપકર્મનો વિચાર સુદ્ધાં ન કરાય. अकरणोदय - अकरणोदय (त्रि.) (ભાવિકાળને આશ્રયીને અકરણીયનો ઉદય જેમાં થાય તે, ભવિષ્યમાં અકરણીયપણે ઉદય થશે તે) આપણી વર્તમાનની કોઈપણ પ્રવૃત્તિ એવી ન હોવી જોઇએ કે, આપણો આગામી કાળ પાપપ્રવૃત્તિવાળો બને. અર્થાત અશુભ ફળ