Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ ભામંડલના કારણે કેવલજ્ઞાનનું તેજ તેમાં સંક્રમિત થાય છે અને જનસમૂહ પરમાત્માના મુખનું દર્શન સહજતાથી કરી શકે છે. મનHS-ગાર્યમકુ(પુ.) (આર્ય સમુદ્રના શિષ્ય) નિશીથચૂર્ણિમાં પ્રમાદના વર્ણનમાં આર્ય મંગુની કથા આવે છે. તેઓ તે સમયના વિશિષ્ટ શ્રતધર અને યુગપ્રધાન હતા. છતાં પણ રસ-ત્રદ્ધિ અને શાતા આ ત્રણ અશુભ ગારવોને આધીન થઇને ચારિત્રમાં શિથિલ બન્યા. હંમેશાં સારું-સારું ખાવાની ઇચ્છા, ભક્તોથી ઘેરાઈને તેમની સાથે સમય પસાર કરવો અને સુખશયામાં તલ્લીન બનીને ચારિત્રાચારનું પાલન છોડી દીધું. જેના કારણે ચારિત્રપાલનના ફળરૂપી ઉચ્ચ ગતિ ન મળતાં હીનયોનિવાળા ખાળના યક્ષ બનવું પડ્યું. જમા - પ્રાર્થour૪(પુ.). (મનક મુનિ, શઠંભવસૂરિના સાંસારિક પુત્ર મુનિ) સાંસારિક અવસ્થાનો પુત્ર મનક પિતા શäભવસૂરિને વંદન કરવા માટે ઉપાશ્રયે આવે છે. પિતાએ જ્ઞાનોપયોગથી તેનું અલ્પાયુ જાણી આ ભવ્યાત્મા દુર્લભ મનુષ્યભવની પ્રાપ્તિને સત્યધર્મની આરાધનાથી સફળ બનાવે તો સારું એમ વિચારી તેને પ્રતિબોધિત કરી ભાગવતી દીક્ષા આપી અને શેષ અલ્પાયુવાળા મનક મુનિ શાસ્ત્રોના રહસ્યને અલ્પાવધિમાં પ્રાપ્ત નહીં કરી શકે તેમ જાણી તેમના અધ્યયનાથે શાસ્ત્રોના સારરૂપ દશવૈકાલિકસૂત્રની રચના કરી. મનક મુનિએ આ ગ્રંથનું અધ્યયન કરી માત્ર છ માસના દીક્ષાપર્યાયમાં પણ સુંદર ધર્મરાધના કરી માનવભવને સફળ બનાવ્યો. अज्जमहागिरि - आर्यमहागिरि (पु.) (આર્ય શૂલિભદ્રના શિષ્ય, એલાપત્યગોત્રીય આર્યમહાગિરિ નામના આચાર્ય) એલાપત્યગોત્રીય આર્યમહાગિરિ કામવિજેતા આર્ય શૂલિભદ્રના શિષ્ય હતા. જિનકલ્પી મહાત્માઓની જેમ તેઓ ઉગ્રવિહાર કરતા હતા. પોતાના ગુરુબંધુ રાજપિંડભોજી આર્યસુહસ્તિથી ગોચરી-પાણી અલગ કરીને તેમણે અલગ ગચ્છ ચલાવ્યો. ત્યારથી ગચ્છની ભિન્નતા થઈ. મwવશ્વ -- મર્યક્ષ (ઈ.) (આર્યનક્ષત્રના શિષ્ય, આર્યરક્ષ) કાશ્યપગોત્રીય આર્યનક્ષત્રના કાશ્યપગોત્રીય આર્યરક્ષ શિષ્ય હતા. આ ભગવંત અને આર્યરક્ષિત આચાર્ય એ બન્ને ભિન્ન છે કે અભિન્ન ? તે વિષયમાં કલ્પસૂત્રના ટીકાકારોમાં ભિન્ન-ભિન્ન અભિપ્રાય છે. કલ્પસૂત્રની સુબોધિકા ટીકાકાર ઉપાધ્યાય શ્રીવિનયવિજયજી જણાવે છે કે, કિરણાવલી ટીકાના રચયિતાએ તોસલિપુત્ર આચાર્યના શિષ્ય આર્યરક્ષિત અને અનેક લબ્ધિઓના ધારક વજસ્વામીની શિષ્ય-પ્રશિષ્ય પરંપરામાં નવમા સ્થાને રહેલા આર્યરક્ષ, આ બંનેમાં સ્પષ્ટ ભેદ વિસરાવાથી આર્યરક્ષની જગ્યાએ આર્યરક્ષિત લખેલું છે. अज्जरक्खिय - आर्यरक्षित (पुं.) (આર્યરક્ષિત, તોસલિપુત્ર આચાર્યના શિષ્ય) દશપુરનગર નિવાસી સોમદેવ બ્રાહ્મણ અને દ્રુસોમાં સ્ત્રીનો પુત્ર આર્યરક્ષિત સંસારમાં શ્રેષ્ઠ ગણાતી ચૌદ વિદ્યામાં પારંગત થઈને જ્યારે ઘરે આવે છે ત્યારે રાજા સહિતના નગરના મોટા વ્યક્તિઓ તેનું સામૈયું કરીને તેનો નગરપ્રવેશ કરાવે છે. પ્રવેશ પછી ઘરે આવી માને ઉદાસ જોઈને પૂછે છે કે હે માતા ! બહુ ઓછા વિદ્વાનો જેના જાણકાર છે એવી શ્રેષ્ઠ વિદ્યાઓનું અધ્યયન કરીને હું આવ્યો છું તેનાથી તને ખુશી થઈ નથી ? ત્યારે માતા જણાવે છે કે પુત્ર, આ વિદ્યાઓ તો સંસારનો ભાર વધારનારી છે. તું ભવભ્રમણને છોડાવનારી સમ્યફ વિદ્યા ગણાતા એવા દૃષ્ટિવાદનું અધ્યયન કરીશ ત્યારે જ મને ખુશી થશે. આથી માત્ર માતાની ખુશી માટે બીજા દિવસે પ્રાત:કાળે જ દષ્ટિવાદનું અધ્યયન કરવા નીકળ્યા. તેમણે આચાર્ય તોસલિપુત્ર પાસે ભાગવતી પ્રવ્રયા ગ્રહણ કરી અને અનેક લબ્ધિઓના ધારક શ્રીવાસ્વામી પાસે સાધિકનવ પૂર્વપર્યન્ત અધ્યયન કર્યું. આ મહાનુભાવે દુબલિકાપુષ્પમિત્ર આચાર્ય જેવા મહાપુરુષોથી રક્ષાયેલા આગમાદિના પાઠોની થઈ રહેલી વિસ્મૃતિને ધ્યાનમાં લઈ આગમોને ચરણ-કરણાદિ ચાર અનુયોગોમાં વિભક્ત કર્યા. 172