Book Title: Abhidhan Rajendra Kosh Part 01 Shabdarth Vivechan - Shabdona Shikhar
Author(s): Rajendrasuri, Vaibhavratnavijay
Publisher: Raj Rajendra Prakashan Trust
View full book text
________________ શાસ્ત્રપરિકર્મિત બુદ્ધિવાળા માધ્યસ્થભાવને ધારણ કરનારા પ્રાજ્ઞપુરુષો વાદિએ કહેલા હેતુનો યુક્તિયુક્ત રીતે પ્રત્યુત્તર આપવાનું બુદ્ધિકૌશલ્ય ધરાવતા હોય છે. તેમાં માત્ર સ્વમતકથિત વસ્તુઓને જ સત્ય માનવાનો આગ્રહ ન રાખતાં કોઈપણ દર્શનમાં રહેલા , સત્યભૂત પદાર્થનો સ્વીકાર કરતા હોય છે. મU/પુવાડ્રા - મનનવિધિન્ય (અવ્ય.) (પાછળથી વિચાર્યા વગર, અવિચારીપણે) બુદ્ધિશાળી માણસો કોઈપણ કાર્ય કરતાં પહેલા તે કાર્યની આવશ્યકતા, તેના ફાયદા, તેમાં આવનારી પ્રતિકૂળ પરિસ્થિતિઓ અને તેના નિવારણ માટેના ઉપાયો વગેરેનો વ્યવસ્થિત વિચાર કરીને પછી જ કાર્યને કરે છે. જ્યારે ઉતાવળિયા સ્વભાવવાળી વ્યક્તિઓ કોઈપણ જાતનો વિચાર કર્યા વગર જ કાર્ય પ્રારંભ કરી દે છે અને પછી દુઃખી થઈને કાર્ય છોડી દે છે. अणातावय - अनातापक (त्रि.) (સંથારો પાત્રાદિ ભીનાશવાળા ઉપકરણને તડકામાં ન રાખનાર સાધુ) સાધુ ભગવંતો દરેક ક્રિયા ઉપયોગપર્વક કરે છે અને તેમની પડિલેહણાદિ ક્રિયાથી અન્ય જીવને કોઈ રીતે પણ દ:ખ ન ઉપજે તેનું ખાસ ધ્યાન રાખે છે. ભીના વસ્ત્ર, પાત્રાદિ ઉપકરણોમાં અષ્કાયના જીવો તેમજ સૂક્ષ્મ જીવ-જંતુઓ રહેવાની શક્યતા વધી જવાથી તેને તડકામાં રાખે છે. જો કોઈ સાધુ કોઈપણ કારણથી એમને એમ રહેવા દે તો તેમને જીવોપઘાતનો દોષ લાગે છે. સાતિય - અનાતિત (પુ.) (સંસાર સમુદ્રને પાર કરનાર) અનાદિઅનંત એવા આ સંસારમાં ચારેય બાજુથી ખૂંપેલા જીવને શાસ્ત્રકારો આતીતજીવ કહે છે. જે જીવ પૂર્ણ રીતે ગુરુને સમર્પિત થઈને ભગવાને બતાવેલા માર્ગ અનુસાર જ પોતે ચાલે છે, તે અનાતીત જીવ સંસારમાંથી જલદી નિતાર પામે છે. સંસારસાગરને પાર કરીને મુક્તિના સુખ પ્રાપ્ત કરે છે. અરિ - મનાવ(નિ.). (પ્રવાહની અપેક્ષાએ આદિરહિત, શરૂઆત વગરનું, જેનો પ્રારંભ નથી તે) મરિય - ૩અનાવૃત (પુ.) (જબૂદ્વીપનો અધિપતિ યંતર દેવ) દરેક ગામ, નગર, દેશ આદિના અધિપતિ દેવ હોય છે. એમ એક લાખ યોજનના પ્રમાણવાળા જંબુદ્વીપના પણ અધિપતિ દેવ છે તેઓ જંબુદ્વીપની મોટી ઋદ્ધિના સ્વામી છે અને તેમનું નામ અનાદત છે. આ દેવ વ્યંતરનિકાયના છે એમ ઉત્તરાધ્યયનસૂત્રમાં જણાવેલું છે. ઋપાતીત (ત્રિ.) (કરજથી મુક્ત, દેવાથી પર ગયેલું) ધર્મબિંદુગ્રંથમાં જણાવ્યું છે કે, માણસે પોતાની આવકનો વિચાર કરીને તદનુસાર વ્યય કરવો જોઈએ. જીવનનિર્વાહ કરવા માટે દ્રવ્યની આવશ્યકતા પ્રાથમિક બનતી હોય છે. માટે જ મોજશોખના મોહમાં તણાઈને જે વ્યક્તિ આવક કરતાં વધુ ખર્ચ કરે છે તે ક્લેશ, અપમાન, ગરીબી આદિ અનેક કષ્ટોને ભોગવે છે. શ્રાવિશ્ન (ત્રિ.) (આદિમાં જેને પાપકર્મ છે તે, પાપાનુષ્ઠાન) જેનાથી અન્ય જીવની હિંસા થાય છે, તેનું કોઈ પણ પ્રકારે અહિત થાય તેવી ક્રિયા કરવી કે તેના વિચારો કરવા તે પાપ છે. પાપ ક્રિયા કરવાથી આત્મપ્રદેશમાં પાપકર્મનું બંધન અવશ્ય થાય છે જેના ફળરૂપે તે વિવિધ દુ:ખોને ભોગવે છે માટે સુખના વાંછુકે પાપાનુષ્ઠાન તજવું જોઈએ. અનાઠ્ઠિ (s.). (શરૂઆત વગરનું, પ્રવાહની અપેક્ષાએ આરંભરહિત 2. દોષવિશેષ 3, ધમધમસ્તિકાયાદિ દ્રવ્ય) 26